Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સ્કુલ-કોલેજમાં 'વિકાસ'ની જરૂર : કે. રઘુનંદન

અભાવિપની આજે શોભાયાત્રાઃ ઠેર ઠેર સ્વાગતઃ ત્રિકોણ બાગ ખાતે સાંજે જાહેરસભાઃ શિક્ષણ પરિસ્થિતિ અને સામાજીક સમરસતા વિષયના પ્રસ્તાવ રજુઃ ABVPના પુર્વ રાષ્ટ્રીય મહામંત્રી હરિ બોરીકર અને રાષ્ટ્રીય મંત્રી રોહિત મીશ્રાની અધિવેશનમાં ઉપસ્થિતીઃ ઉદ્ઘાટનમાં પ્રો. નવીનભાઇ શેઠ અને સાંઇરામ દવેનું સંબોધનઃ ત્રિકોણ બાગ ખાતે સાંજે ૬ વાગ્યે જાહેરસભા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સથી અધિવેશનમાં શુભેચ્છા પાઠવી

રાજકોટ તા. ર૦ :.. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૪૯ મું ગુજરાત પ્રદેશ અધિવેશન ડી. એચ. કોલેજના મેદાન પર ગઇકાલે થી શરૂ થયું છે. ત્રણ દિવસ ચાલનાર આ અધિવેશનમાં અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, પાટણ, ભાવનગર, જુનાગઢ સહિતના તમામ જીલ્લાઓમાંથી ૬પ૦ થી વધુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. ઉદઘાટન સમયે એબીવીપીના  રાષ્ટ્રીય પદઅધિકારીઓ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થી છે. બધાએ પોતાની જવાબદારી ઇમાનદારી થી નીભાવી જોઇએ તેમ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સંબોધનમાં જણાવ્યું હતું.

ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાને પ્રમુખ  સ્વામીનગરના આપવામાં આવ્યું છે. સભાખંડને ભગીની નિવેદીતા નામ આવ્યુ છે. અધિવેશનનુ ઉદઘાટન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નવીનભાઇ શેઠ, સાહિત્ય કલાકાર સાઇરામ દવે, એબીવીપીના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી કે રઘુનંદજી, પ્રદેશ અધ્યક્ષ રવિસિંહ ઝાલા, પ્રદેશ મંત્રી નિખીલભાઇ જોઠીયા, સ્વાગત સમીતિના અધ્યક્ષ રામભાઇ માંકરીયા તથા સ્વાગત સમિતિના મંત્રી ભાર્ગવભાઇ ઠાકર સહિતના અગ્રણીઓએ દિપ પ્રાગટય કર્યુ હતું. આ પ્રસંગે અધિવેશનના ઉદઘાટન મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ  વીડીયો દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને સંબોધી અધિવેશન કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે ઉદઘાટક જી.ટી. યુ. ના કુલપતિ નવીનભાઇ શેઠએ જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થી સંગઠન રાજકારણ સાથે જોડાયેલું છે. માત્ર એબીવીપી જ એક એવુ સંગઠન છે એકેય રાજકારણ સાથે જોડાયેલું નથી અને વિદ્યાર્થી સર્વાગી વિકાસ માટેની યોજના જણાવી અને આ ભારત માતા એક જમીનનો ટૂકડો નથી એવુ કહયું.

અધિવેશનના અતિથી વિશિષ્ટ સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે આજના યુવાનોએ રોલ મોડલ હુમાયુ નહી હનુમાનજી હોવા જોઇએ અને વિદ્યાર્થીએ કટર નથી બનવુ પરંતુ ટટાર બનવુ જોઇએ અનેગુજરાતના ક્રાંતીકારીઓ અને સિંહ પુરૂષ જેવા પુસ્તકોની સલાહ  આપી હતી. રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી કે રઘુનંદનજી એ સંબોધતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન રાખવા અને તેમનું નિવારણ જણાવ્યું એમને જણાવ્યું કે બધાનો વિકાસ થાય છે તો સ્કુલ કે કોલેજના કલાસમાં કેમ નહી ? એ વાત ઉપર ભાર મુકયો અને ચૂંટણી માટેની જીજ્ઞાશા વિદ્યાર્થીઓએ જાળવવી જોઇએ તેમને જણાવ્યું હતું  કે, એબીવીપી દ્વારા મધ્ય પ્રદેશમાં ંસેમેસ્ટર પ્રથા બંધ કરવી છે.

અધિવેશનના મુખ્ય ઉદઘાટક નવીનભાઇ શેઠનું સ્વાગત નલીનભાઇ વસા, સાંઇરામ દવેનું સ્વાગત નવીનભાઇ પટેલ કે રઘુનંદન નું સ્વાગત  અંજુભાઇ ભારડીયા, ડો. રવિસિંહ ઝાલાનું સ્વાગત રાજેશભાઇ પદ નાણી, તથા પ્રદેશ મંત્રી નીખિલભાઇ મેઠીયાનું સ્વાગત મોહીતસિંહ જાડેજા તેમજ સ્વાગત સમિતિના અધ્યક્ષ  રામભાઇ મોકરીયાનું સ્વાગત વિશ્વાસભાઇ રાણપરીયા, સ્વાગત સમીતિના મંત્રી  ભાર્ગવભાઇ ઠાકર, પાર્થભાઇ પ્રજાપતી સહિતના અગ્રણીઓએ સ્મૃતિ ચિન્હ આપીને કર્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન ડો. તુષારભાઇ પંડયાએ કર્યુ હતું તથા આભાર દર્શન ભાર્ગવભાઇ ઠાકરે કર્યુ હતું. ઉદઘાટન પ્રસંગે આર. એસ. એસ.નાં પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણી એબીવીપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ છગનભાઇ પટેલનું વિદ્યાર્થી પરિષદ ઉ. પ્ર. ક્ષેત્ર વર્ગના સંગઠન મંત્રી સુરેશભાઇ નાઇક, એબીવીપીના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી  હરી બોરીકર,   સાગર યુનિવર્સિટી  કુલપતિ બળવંતભાઇ જાની તથા કમલભાઇ ડોડીયા, નરેન્દ્રભાઇ દવે, મેહુલભાઇ રૂપાણી, ગીરીશભાઇ ભીમાણી, વિજયભાઇ પરાસણા, સુભાષભાઇ દવે, શૈલેષભાઇ જાની, ધીરૂભાઇ ધામેલીયા, મીનાબેન રામભાઇ ઠાકર, જયેશભાઇ જાની,  શાંતુભાઇ રૂપારેલીયા, અનિમેષભાઇ રૂપાણી, અનિલભાઇ કીંગર, ડો. અમિતભાઇ આપાણી, રાહુલભાઇ જયોતીન્દ્રભાઇ મહેતા, વિશ્વાસભાઇ રાણપરીયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ઉદઘાટન બાદ અધિવેશનમાં શિક્ષણ પરિસ્થિતી, રાજયની વર્તમાન પરિસ્થિતી અને સામાજીક સમરશતાના પ્રસ્તાવ રજૂ કરયા હતાં.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૪૯ મું પ્રદેશ અધિવેશન ધર્મેન્દ્રસિંહજી કોલેજના  કેમ્પસમાં ચાલુ છે જેમાં આજે સાંજે ૪ વાગ્યે શોભાયાત્રા ૮૦૦ થી ૧૦૦૦ જેટલા વિદ્યાર્થી નેતાઓ અને પ્રધ્યાપકો જોડાય ને રાજકોટના માર્ગ પર ભગવો લહેરાવશે ત્યારબાદ સાંજે ૬ વાગ્યે ત્રિકોણ બાગ ખાતે જાહેર સભા યોજાશે. જેમાં હિમાલયસિંહ ઝાલા, વિશાલભાઇ ગજ્જર, રામભાઇ ગઢવી, વિમલભાઇ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ ચૌહાણ પ્રદેશ મંત્રી નિખીલભાઇ મેઠીયા તથા એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી રોહિત મીશ્રા વર્તમાન પરિસ્થિતી, શૈક્ષણીક સહિતના વિષયો પર  ભાષણ આપશે તેમ પ્રચાર પ્રસાર પ્રમુખ પાર્થ પ્રજાપતિએ જણાવ્યું હતું. (પ-ર૦)

(4:14 pm IST)