Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

દિવસે ભલે ગરમી દેખાય, આવતા અઠવાડીએ ઠંડી ભૂકકા બોલાવશે

અત્યારે અલનીનોની રીવર્સ ઇફેકટ હોવાનું તારણ

રાજકોટ, તા. ૨૦ :. ગુજરાતમાં અત્યારે બેવડી મોસમનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવાર અને મોડી રાત્રે પવન સાથે ઠંડક લાગે છે. જ્યારે દિવસે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય છે. દિવસે પંખા ચાલુ કરવા પડે અને રાત્રે તાપણા કરવા પડે તેવી સ્થિતિ છે. દિવસનુ વાતાવરણ જોતા ઉનાળાના પડઘમ વાગતા હોય તેવુ લાગે છે પરંતુ હવામાનના જાણકારો ઉનાળો હજુ દૂર હોવાનું કહે છે.

હવામાન શાસ્ત્રીઓએ રાજ્ય સરકારને આપેલા વર્તારા મુજબ અત્યારે અલનિનોની રીવર્સ ઈફેકટના કારણે શિયાળો હોવા છતા દિવસે ઉનાળા જેવી અનુભૂતિ થાય છે. આવી બેવડી મોસમનુ વાતાવરણ લાંબો સમય રહેશે નહિ.

હજુ કડકડતી ટાઢ પડવાની બાકી છે. આવતા અઠવાડીયે શિયાળો ફરી જોરશોરથી જમાવટ કરે તેવા એંધાણ છે.(૨-૨૦)

(4:10 pm IST)