Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રેસકોર્ષ રીંગ રોડ પર ગેરકાયદે લાગેલા અનિલ કપૂરના ફોટાવાળા હોર્ડીંગ જગ્યા રોકાણે દુર કર્યા

રાજકોટ : આજે શહેરમાં માલાબાર ગોલ્ડ - ડાઇમન્ડસનાં શો-રૂમનાં ઉદ્ઘાટનમાં આવેલ. ફિલ્મ સ્ટાર અનિલકુમારને આવકારતાં હોર્ડીંગ બોર્ડ રેસકોર્ષ રીંગ રોડ પર કોર્પોરેશનનાં જગ્યા રોકાણ વિભાગની મંજૂરી વગર લગાવી દેવાયેલ જે  અંગે સ્ટેન્ડીંગ ચેરમેન સુધી ફરીયાદ પહોંચતાં જગ્યા રોકાણ વિભાગની ટૂકડી તાત્કાલીક  દોડી ગઇ હતી. અને  એરપોર્ટથી કિશાનપરા ચોક, સુધીનાં ૮ ત્થા કિશાનપરા ચોકથી યાજ્ઞિક રોડ, સુધીનાં ૩ સહિત કુલ ૧૧ ગેરકાયદે હોડીંગ્ઝ દુર કર્યા હતા  તેમ એસ્ટેટ ઓફીસર શ્રી ડોડીયાએ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રીને જણાવેલ તસ્વીરમાં પોલીસ કમીશ્નર કચેરી પાસે લાગેલુ ગેરકાયદે હોર્ડીંગ્ઝ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:01 pm IST)