Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

શહીદ બાબાદિપસિંહજી અને ગુરૂ હરરાય સાહેબજીના જન્મદિન નિમિતે ત્રણ દિવસીય ધર્મોત્સવ

શીખ માર્શલ આર્ટ ગટકાનો સ્ટેજ શો - અખંડ પાઠ- કિર્તન સાથે લંગરપ્રસાદ (મહાપ્રસાદ)નું બાબા દિપસિંહ સેવક જથ્થા દ્વારા સૌપ્રથમ વખત આયોજન

રાજકોટ, તા. ૨૦ : શહિદ બાબા દિપસિંહજી અને ગુરૂ હરરાય સાહેબના પ્રકાશ ઉત્સવ (જન્મદિન) નિમિતે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

 

શહીદ બાબા દિપસિંહજીનો ૨૬મીના અને ગુરૂ હરરાય સાહેબનો ૨૯મીના જન્મદિન હોય બાબા દિપસિંહ સેવક જથ્થા દ્વારા ૨૬મીના સવારે ૭ વાગ્યાથી અખંડ પાઠ શરૂ થશે. જે ૨૮મીના સવારે ૭ વાગ્યે પૂર્ણ થશે. ૨૭મીના સવારે શીખ માર્શલ આર્ટ ગટકાનો સ્ટેજ શો રાખેલ છે. જે માર્શલ આર્ટના વિવિધ કરતબોનું નિદર્શન કરશે.

તા.૨૭ અને ૨૮ જાન્યુ.ના સવારે ૧૦ થી ૨ અને સાંજે ૭ થી ૧૦ કિર્તન તેમજ ૨૮મીના સાંજે ગટકાનો સ્ટેજ શો રાખેલ છે.

તસ્વીરમાં સર્વેશ્રી ભગસિંહ ટીકે, ગુરૂપ્રીતસિંહ અને જીતસિંહ નજરે પડે છે. વધુ વિગતો માટે મો. ૯૦૯૯૦ ૪૯૯૯૧/૮૨૩૮૧ ૯૦૨૩૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:33 pm IST)