Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

એજી ઓજી લોજી સુનો જી...જક્કાસ અનિલે ચાહકોને ડોલાવ્યા

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના નવા શો રૂમનો 'બોલીવૂડના મજનૂભાઇ'ના હસ્તે થયું ઉદ્દઘાટનઃ રોડ પર ચાહકો ઉમટી પડ્યાઃ રસ્તો બંધ કરવો પડ્યોઃ યાજ્ઞિક રોડ પર પોતાના ગીતો પર ડાન્સ કરી રાજકોટીયનોને મોજ કરાવીઃ કહ્યું-મલબારની જ્વેલરી પણ જક્કાસ અને રાજકોટના લોકો પણ જક્કાસ

ધીના ધીન ધા... બોલીવૂડના મજનૂભાઇ અનિલ કપૂરે આજે યાજ્ઞિક રોડ પર નવા શરૂ થયેલા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના શો રૂમના ઉદ્દઘાટન બાદ બહાર આવી ચાહકો સમક્ષ ભરપુર એનર્જી સાથે ડાન્સ રજૂ કરી સોૈને ડોલાવ્યા હતાં. ચાહકો રિતસર ઝૂમી ઉઠ્યા હતાં. વન ટુ કા ફોર અને તેરા શરાફા...સહિતના પોતાની ફિલ્મોના હિટ ગીતો પર ડાન્સ કરી રહેલો ૬૧ વર્ષનો અનિલ કપૂર જક્કાસ લાગતો હતો. જે ઉપરની તસ્વીરોમાં જોઇ શકાય છે. અન્ય તસ્વીરો યાજ્ઞિક રોડ પર મજનૂભાઇ-મુન્નાભાઇની એક ઝલક મેળવવા ઉમટી પડેલા રાજકોટીયન ચાહકોની છે. અન્ય તસ્વીરમાં અનિલે ઉદ્દઘાટન કર્યુ તે દ્રશ્ય અને સાથે શો રૂમના એમ.ડી.એશર ઓ, ગ્રુપ એકઝી. ડિરેકટર એ. કે. નિશાદ સહિતના જોઇ શકાય છે. અન્ય તસ્વીરમાં ઓડી કારમાંથી અનિલ રૂફ ટોપ ખોલી બહાર આવી ચાહકોનું અભિવાદન કરતો અને અન્ય તસ્વીરોમાં ખાસ ગ્રાહકોને ગિફટ આપી તે જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦: મલબાર ગોલ્ડ ડાયમંડ્સે પોતાનો ક્રિસ્ટલ મોલ ખાતે આવેલો શો રૂમ હવે વિશાળ અને નવા સ્થળ કલાસિક બિલ્ડીંગ યાજ્ઞિક રોડ પર ડી.એચ. કોલેજની બાજુમાં શરૂ કર્યો છે. આ શો રૂમનું ઉદ્દઘાટન આજે સવારે સાડા અગિયાર વાગ્યે બોલીવૂડમાં મુન્નાભાઇ, મજનૂભાઇ  એવા જક્કાસ હીરો અનિલ કપૂરે કર્યુ હતું.  ઉદ્દઘાટન બાદ શો રૂમ બહાર બનાવાયેલા સ્ટેજ પર પહોંચી રોડ પર પોતાના ચહીતા હીરોની એક ઝલક નિહાળવા ઉમટી પડેલા રાજકોટીયનો સામે અનિલે જક્કાસ સ્ટાઇલથી પોતાના એક એકથી ચડીયાતા સુપરહીટ ગીતો પર ડાન્સ કરી સોૈને ડોલાવ્યા હતાં. અનિલે ચાહકો સાથે સેલ્ફી પણ લીધી હતી અને કહ્યું હતું કે મલબારની જ્વેલરી અને રાજકોટના લોકો એમ બંને જક્કાસ છે.

ઉદ્દઘાટન પ્રસંગે મલબાર ગોલ્ડના મેનેજીંગ ડિરેકટર એશર ઓ, ગ્રુપ એકઝીકયુટિવ ડિરેકટર એ. કે. નિશાદે અનિલ કપૂરના આગમન માટેની વ્યવસ્થા ગોઠવી હતી. આ પ્રસંગે ખાસ ગ્રાહકોને પણ અનિલ કપૂરે શો રૂમ તરફથી ખાસ ગિફટ આપી હતી અને તેની સાથે સેલ્ફી લીધી હતી. નવા શો રૂમમાં લગ્ન, પાર્ટી તેમજ દરરોજ પહેરી શકાય તેવા સોના-હીરાના અને પ્લેટિનમ તથા ચાંદીના દાગીના અવનવી ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. ગુજરાતની સંસ્કૃતિ અને ઉજવણીને લગતી જ્વેલરી આ શો રૂમમાં છે. છટાદાર પરિસર ધરાવતો આ શો રૂમ વિશાળ અને મનમોહક છે. મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા પ્રારંભીક ઓફર હેઠળ સોનાના દાગીનાની ઘડામણ ખર્ચમાં ૩૦ ટકા ડિસ્કાઉન્ટ પણ અપાઇ રહ્યું છે.

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ માત્ર બીઆઇએસ હોલમાર્કડ ૯૧૬ ગોલ્ડ, આઇજીઆઇ અને જીઆઇએ સર્ટિફાઇડ ડાયમંડ જ્વેલરી, પીજીઆઇ પ્રમાણિત પ્લેટિનમ જ્વેલરી અને હોલમાર્ક ચાંદીના દાગીના વેંચે છે. તેમજ આજીવત મફત જાળવણી, એક વર્ષનું મફત વીમા કવરેજ અને તેના દાગીના માટે બાયબેક ગેરંટી પણ આપે છે. એટલુ જ નહિ નમાના પાંચ ટકા સ્વાસ્થ્ય, શિક્ષણ, આવાસ અને પર્યાવરણિય સંરક્ષણ અને મહિલા સશકિતકરણના ક્ષત્રમાં ફાળવે છે.

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ૩૦ હજાર કરોડની મલબાર ગ્રુપની કંપનીઓમાં સામેલ છે. જે રિયલ એસ્ટેટ સહિતના વિવિધ કારોમબારમાં છે. ૧૯૯૩માં સિંગલ શોપ રિટેલ આઉટલેટ તરીકે શરૂ કરાયેલ અને આજે ૯ દેશોમાં ૨૦૯ શો રૂમ સાથે વિશ્વના ટોચના પાંચ જ્વેલરી રિટેલર્સમાં એક છે. ભારત, સિંગાપોર, મલેશિયા, યુએઇ, કતાર, ઓમાન, બેહરીન, કુવૈત અને સાઉદી અરેબિયામાં રિટેલ આઉટલેટ્સ ધરાવતી સોૈથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડમાંથી એક છે તેમ એમ.ડી. એશર ઓએ જણાવ્યું હતું.

અનિલ કપૂરે ઉદ્દઘાટન બાદ શો રૂમ બહાર ઉભા કરાયેલા ખાસ સ્ટેજ પર આવી રોડ પર ઉમટી પડેલા ચાહકો સમક્ષ પોતાના ગીતો એજી ઓજી લોજી સુનો જી, તેરા શરાફા ઐસા હૈ સહિતના ગીતો પર ડાન્સ કરી ચાહકોને ડોલાવ્યા હતાં. આ વખતે એટલા ચાહકો ઉમટી પડ્યા હતાં કે યાજ્ઞિક રોડ થોડો સમય માટે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો.  પોલીસ સ્ટાફ અને અને ખાનગી સિકયુરીટીએ વ્યવસ્થા જાળવી હતી.

૬૧ વર્ષના અનિલે જે એનર્જી સાથે ડાન્સ કર્યો એ જોતાં યુવાનો પણ શરમાઇ ગયા હતાં. નવી ફિલ્મના પોતાના લૂક સાથે અનિલ જોવા મળ્યો હતો. સફેદ દાઢી-મુછ અને સફેદ કાળા વાળમાં પણ તે યુવાન લાગતો હતો. સફેદ ઝભ્ભો, કાળુ પેન્ટ અને કાળી કોટીમાં તે અલગ જ દેખાતો હતો. અનિલની જ સ્ટાઇલમાં કહેવું હોય તો તે જક્કાસ લાગતો હતો.

અનિલે કહ્યું-પદ્માવત રિલીઝ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરુ છું, ફિલ્મ ખુબ સારી ચાલશે

 એક તરફ સંજય લીલા ભણશાલીની બહુચર્ચીત અને શુટીંગ શરૂ થયું ત્યારથી જ વિવાદ જગાવી ચુકેલી ફિલ્મ પદ્માવત (જેનું પહેલા નામ પદ્માવતિ હતું) તે ૨૫મીએ રિલીઝ નહિ થવા દેવા કરણી સેના તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે આજે શો રૂમના ઉદ્દઘાટનમાં રાજકોટ આવી પહોંચેલા બોલીવૂડના હોનહાર અભિનેતા અનિલ કપૂરને આ ફિલ્મ બાબતે પુછાતાં તેણે કહ્યું હતું કે એક કલાકાર તરીકે હું ભગવાનને પ્રાર્થના કરુ છું કે આ ફિલ્મ રિલીઝ થવી જોઇએ. ૨૫મીએ ફિલ્મ રિલીઝ પણ થશે અને ખુબ સારી ચાલશે.

ઉલ્લેખનિય છે કે અગાઉ પદ્માવત ફિલ્મ ઉપર ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં રિલીઝ ઉપર પ્રતિબંધ મુકાયો હતો. તેની સામે સંજય લીલા ભણશાલીએ સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવતાં અદાલતે આ ફિલ્મ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. જો કે આમ છતાં આ ફિલ્મ રાજકોટ સહિત ગુજરાતભરમાં કયાંય રિલીઝ થવા નહિ દેવાય તેવો નિર્ધાર રાજપૂત સંગઠનોએ કર્યો છે. ત્યારે હવે આગામી ૨૫મીએ શું થાય છે તે જોવું રહ્યું.

અનિલ કપૂરે એમ પણ જણાવ્યું હતું કે તેની ટીવી સિરીઝ '૨૪'ના બે ભાગ અગાઉ આવી ચુકયા છે અને દર્શકોએ તેને ખુબ પસંદ કર્યા છે. હવે ત્રીજી સિરીઝ પણ ખુબ ઝડપથી આવશે. તેણે મિડીયાનો પણ ખુબ આભાર વ્યકત કર્યો હતો.

(4:27 pm IST)