Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

કોર્પોરેશનમાં પાનની પીચકારી મારતા મેલેરિયા વિભાગના કર્મચારી સહિત ૪ને રૂ.૧૦૦-૧૦૦નો દંડ ફટકારાયો

સોલીડ વેસ્ટ વિભાગની કડક ચેકીંગ ઝુંબેશઃ વિવિધ વિસ્તારોમાં ગંદકી-પ્લાસ્ટીક ઉપયોગ સબબ કુલ રૂ.૩૩,૭૩૩ના દંડ વસુલાયો

રાજકોટ તા.૧૯ : મ્યુ.કમિશ્નર બંછાનીધિ પાનીએ જાજાહેરમાં પાન-ફાકી થુંકનારને દંડ ફેકવાના જાહેરનામાની અમલવારી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શરૂ કરી દીધી છે અને કોર્પોરેશનના જ કર્મચારીને દંડ ફટકારીને દંડ વસુલાતની શરૂઆત કરી દીધી છે.

 

આ અંગે સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ ગઇ સાંજે કોર્પોરેશનની કચેરીમાં મેલેરિયા વિભાગનો કર્મચારીને પાનની પીચકારી મારતો સોલીડ વેસ્ટ વિભાગે રંગે હાથ ઝડપી લઇ રૂ.૧૦૦નો દંડ વસુલ્યો હતો.

 

આ ઉપરાંત શહેરમાં અન્ય ચા-પાન થડા પાસેથી ત્રણ વ્યકિતઓને જાહેરમાં થુંકતા ઝડપી લઇ અને તમામને રૂ.૧૦૦-૧૦૦નો દંડ ફટકાર્યો હતો.

અઠવાડિયામાં ૩૩ હજારનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગએ શહેરના વિવિધ બાબતોમાં થયેલ નિયમભંગ અંગે સંબંધિતોને દંડની કાર્યવાહી કરેલ છે.

જેમાં જાહેરમાં ગંદકી કરનાર, જાહેર જગ્યાએ કચરો ફેંકનાર, પ્લાસ્ટીક કેરીબેગ ઉપયોગ કરતા, પાન-ફાકીમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા, જાહેરમાં શૌચ કરતા લોકો પાસેથી તારીખૅં ૦૯-૦૧-૨૦૧૮ થી તારીખૅં ૧૫-૦૧-૨૦૧૮ દરમ્યાન કુલ. રૂ/- ૩૩,૭૩૩ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

જયારે મોબાઈલ કોર્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, લીમડા ચોક, હરિહર ચોક, ઇન્દિરા સર્કલ, પેડક રોડ, ગોવિંદબાગ રોડ, ગોંડલ રોડ વિસ્તાઓમાં તારીખૅં ૦૯-૦૧-૨૦૧૮ થી તારીખૅં ૧૫-૦૧-૨૦૧૮ દરમ્યાન ૪૨૯ કેસ નોંધી કુલ. રૂ/- ૨૧,૪૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તારીખૅં ૦૯-૦૧-૨૦૧૮ થી તારીખૅં ૧૫-૦૧-૨૦૧૮ દરમ્યાન શહેરમાં કચરા એકત્રીકરણ બાબતમાં મિનિ ટીપર વાનની એજન્સીઓ પૈકી ડી .જી. નાકરાણી અને પાવર લાઈન સેલ્સ એન્ડ સર્વિસને કુલ. રૂ/- ૧૫,૪૯૦ નો દંડ કરવામાં આવ્યો હતો. તેમજ સખી મંડળો અને મિત્ર મંડળોને પણ આ જ સમયગાળાની નબળી કામગીરી બદલ કુલ. રૂ/- ૩૭,૫૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો.

સાથોસાથ ખાનગી એજન્સીઓ પાસેથી કોન્ટ્રાકટ દ્વારા માણસો રોકી કરવામાં આવતી દૈનિક સફાઈ કામગીરી અન્વયે તારીખૅં ૦૯-૦૧-૨૦૧૮ થી તારીખૅં ૧૫-૦૧-૨૦૧૮ દરમ્યાન કુલ. રૂ/- ૧૩,૧૨૫ નો દંડ કરવામાં આવ્યો હતો. (૩-૧૬)

(9:05 am IST)