Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

સહિયર ગ્રુપ દ્વારા આ વર્ષે ઓનલાઇન નવરાત્રી પર્વ

નવરાત્રીનો રંગ સહિયરને સંગ...પ્રથમ નોરતે અંજલીબેન રૂપાણીના હસ્તે માતાજીની આરતી

રાજકોટઃ આસો નવરાત્રીનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ઘેર ઘેર માંના દિવડા પ્રગટથી ગરબો ગવડાવી માંની આરાધના થશે. સમ્રગ ભારત વર્ષમાં રાજકોટથી નવરાત્રી ધ્યાનાકર્ષક બને છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને સમ્રગ વિશ્વના આનંદ ઉત્સવનો રંગ ફીકો કરી નાખ્યો છે.

આ આફતને પણ અવસર બનાવવા લોકો ઘેર બેસી ઘરના આંગણે રાસ રમી શ્રધ્ધા ભકિતથી નોરતા ઉજવી શકે એ માટે સહિયર કલબે ઓનલાઇન નવરાત્રી જાહેર કરી સહિયરના ચાહકોને ખુશખુશાલ કરી દીધા છે.

માં નવદુર્ગાના મંદિરનું નિર્માણ કરી આજથી સહિયરના ચેરમેન અને શહેર ભાજપના મંત્રીશ્રી સુરેન્દ્રસિંહ વાળાની  આગેવાનીમાં નવલાનોરતાની ઉજવણીનો પ્રારંભ થશે.

પ્રથમ નોરતે સહિયર કલબના આંગણે માંની પ્રથમ આરતી ગુજરાત પ્રદેશ ભાજપના શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણીના હસ્તે થશે.

ગુજરાતના જાણીતા લોકગાયક શ્રી કીર્તીદાન ગઢવી, રાહુલ મેહતા, સાજીદ ખ્યાર, તેજસ શીંશાગીયા તથા ચાર્મી રાઠોડના સુરેશ્વરમાં રોજે રોજ માંના ગરબા ગવાશે.

તાલનો સથવારો ખોડીદાસ વાઘેલા તથા સંગીત દિપક વાઢેલ, સુરીલા સાઉન્ડની વ્યવસ્થા પેરેમાઉન્ટ માઉન્ટ સુનીલભાઇ પટેલ સંભાળશે. સમગ્ર મંચ અને સંગીતની જવાબદારી જીલ એન્ટરટેનમેન્ટ સંભાળશે.

નવે નવ નોરતા સમગ્ર રાસોત્સવ સહિયર કલબની યુ ટયુબ ચેનલ તથા જીટીપીએલ ચેનલ નં.૯૮૪ પર લોકો જીવંત નિહાળી શકશે.

સમગ્ર ઓનલાઇન રાસોત્સવને સફળ બનાવવા સહિયર કલબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વાઇસ પ્રેસીડેન્ટ ચંદુભા પરમાર, ક્રિષ્નરાજસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, ક્રિષ્નપાલસિંહવાળા, પ્રકાશ, વિજયસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, કરણભાઇ આડતીયા, મિથુનભાઇ સોની, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઇ ખખ્ખર, જયદીપભાઇ રેણુકા, અભિષેક સરીયા, મેહુલ માણેક, સમ્રાટ ઉદેશી, શૈેલેષ પંડયા, રાહુલસિંહ ઝાલા, રાજવિરસિંહ ઝાલા, જતીનભાઇ આડેસરા, સુશીલભાઇ ફીચડીયા, હિરેનભાઇ ચંદારાણા, ધેૈર્ય પારેખ, પરેશ પાટડીયા, મનસુખભાઇ ડોડીયા, બંકીમ મહેતા, સુનીલ પટેલ તથા  રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આયોજકો જહેમત ઉઠાવી રહયા છે.

(3:33 pm IST)