Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કોરોના દરમિયાન કાઉન્સીલરની ભૂમિકા ભજવનાર ર૦ અગ્રણીઓનું સન્માન

કોરોના પેશન્ટ-તેમના સગા-હોમ કોરોન્ટાઇન લોકો માટે આશિર્વાદરૂપ : કલેકટર કચેરી અને યુનિ. ખાતે ૬ મહિના સતત લોકોને આશ્વાસન અપાયું

રાજકોટ, તા.૧૭ : કોરોના કાળમાં કોરોનાના દર્દી, તેમના સગાજનો અને હોમકોરોનાઇન થયેલ સેંકડો લોકો માટે કલેકટરે સ્પેશીયલ કલેકટર કચેરી ખાતે બે મહીના અને ત્યારબાદ યુનિ. ખાતે સ્પે. કાઉન્સીલીંગ સેન્ટર ઉભુ કર્યંુ હતું, જેમાં અધિકારીશ્રી મુકેશભાઇ પટેલ, યુનિ.ના સાઇકયાટ્રીટ ડીપાર્ટમેન્ટના હેડ તથા ર૦ મહિલાઓ દ્વારા સવારે ૯થી ૬ દરમિયાન આવી રહેલા હતપ્રભ થયેલ, કે માનસિક રીતે ભાંગી પડેલ કેસગાજનોથી દૂર થયેલ. લોકોના ફોન ઉપર સાંત્વના, સમજણ વિગેરે દ્વારા કાઉન્સલીંગ કરાયું હતું. આ પ્રયોગ અત્યંત સફળ અને આશિર્વાદરૂપ બન્યો હતો. આ તમામ ર૦થી રર અગ્રણી કાઉન્સીલરોનું આમ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી રેમ્યા મોહન તથા અન્ય અધિકારીઓ દ્વારા મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરી સેવા બિરદાવાઇ હતી.

(3:34 pm IST)