Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પુસ્તક પરિચય : ધન્વી-માહી

ઓશો કહે છેઃ ભારતની પ્રજાને વિકસવું હશે તો અઘરા સત્ય પચાવે જ છુટકોઃ ''નવા સમાજનો આધાર''

 પુસ્તકઃ નવા સમાજનો આધાર

(નયે સમાજકી ખોજ-ઉત્તરાર્ધ)

 પ્રવચનઃ ઓશો

 અનુવાદનઃ ડો. પ્રજ્ઞા શાહ

 પ્રકાશઃ દક્ષા પટેલ, ઉપનિષદ ચેરિટેબલ ટ્રસ્ટ, તથા તા, ૩૩-બી નંદિગ્રામ સોસાયટી-ર, સિંધવાઇ માતા રોઙ પ્રતાપનગર, વડોદરા-૪, ફોનઃ ૦ર૬પ-રપ૮૦૩૩૬ અને ૦ર૬પ-ર૬૩૮ર૬૯

 પેઇજ-રર૦  કિ. ૧૭૦ રૂ.

પ્રસ્તુત પુસ્તક ઓશના પુસ્તક ''નયે સમાજ કી વોજ'' નો ઉત્તરાર્ધ છે.

આ પુસ્તકમાં ઓશોએ એવા કડવા સત્ય ઉચ્ચારેલ છે કે જે વિચારણીય અને મનનીય હોવા છતાં પચવામાં અને સ્વીકારીવામાં સામાન્ય મનુષ્યને અઘરા લાગી શકે છે પણ જો ભારતને, ભારતની પ્રજાને વિકસવું હશે તો આ અઘરા સત્ય પચાવે જ છુટકો.

પ્રસ્તુત પુસ્તકમાં ઓશો આપણ દંભી આધ્યાત્મિકતા ઉપર ઘા કરે છે. આપણે માનીએ છીએ કે ભૌતિકવાદનો ત્યાગ કરીને જ કોઇ વ્યકિત આધ્યાત્મિક બની શકે છે, જ્યારે ઓશો કહે છે કે ભૌતિકવાદના ત્યાગની જરૂર નથી ભૌતિકવાદની ઉપર આધ્યાત્મિકતા છે.

તે જ રીતે ઓશો કહે છે કે પરિવારવાદએ પ્રાકૃતિક ઘટના નથી. પણ સૈકાઓ પહેલાંના મનુષ્યો દ્વારા વિચારીને કરેલી વ્યવસ્થા છે. જેને કોઇક સમયે ઉપગીગતા હતી પણ આજે તે વિકાસમાં બાધા બની ગઇ છે. પ્રકૃતિમાં કયાંય માતા-પિતા, ભાઇ-બહેન, કાકા-કાકી, પુત્ર-પુત્રીના સંબંધોનું આટલું ઉડું આધિપત્ય નથી. માત્ર મનુષ્યમાં જ એક એવો છે જેના માટે સત્ય કરતાં સંબંધો મહત્વના છે અને એટલે જ તમારા પિતા અસત્ય હોય તો પણ પરિવારદાને મહત્વ આપીને તમે તેમના પક્ષે ઉભા રહો છો.

આવી અનેક સ્ટ્રોટક, તાર્તિક અને વિચારણીય વાતો અને દ્રષ્ટાંતોથ આ પુસ્તક ભરેલું છે. વાંચકોને આ પુસ્તક અચૂક વિચારણીય લાગશે અને તે માની લીધા સિવાય વિચરશે તો તેના વિકાસની સંભાવનાઓ ખુલી જશે.

               આ લેખનઃ

સ્વામી સત્યપ્રકાશ

ઓશો ધ્યાન મંદિર, ૩ વૈદવાડી રાજકોટઃ મો.૯ર૭ર પ૪ર૭૬

''સત્ય બોલો'' ''સત્ય મેવ જયતે'' તેવા વાકય પ્રયોગો સાંભળીને સત્ય બોલવાનું ઝનૂન આપણને ઉપડે છે જે વાકયો બોલવામાં અને સાંભળવામાં મીઠા લાગે છેતે કૃત્યમાં કેટલા અઘરા છે તે તો આપણે સહુને અનુભવ થયો જ હોય છે.

તેમાંથી બધા જે અસત્યથી ત્રાસી ગયા હોય તે સત્ય બોવું તો સરળ છ.ે નેતા બનવામાં મદદ રૂપ છે. પોતાના વિષે સત્ય બોલવું, મોટું સત્ય બોલવું, આપને તકલીફમાં મુકે છે, પણ સામાવાળા તરફથી હુમલાની શકયતા ઘટી પણ જાય છે. પરંતુ જેને લોકો સત્ય માને છે, વર્ષોથી, સદીઓથી સત્ય માને છે અને જે સત્ય તેમની નસેનસમાં છવાયેલું છે, તેમનું જીવન, સમાજ, દેશ, લાગણી, સંસ્કાર બધું જ જેની સાથે જોડાયેલ છે તે સત્યને અસત્ય કહેવાની હિંમત કરવી અને જાહેરમાં તેમની જ હાજરીમાં કહેવાની હિંમત કરવી તે કદાચ બુધ્ધ પુરૂષનું જ લક્ષણ હોય શકે અને તેમાંય ક્રાંતિકારી, બાળવાખોર બુધ્ધ પુરૂષનું લક્ષણ હશે.

ઓશોએ સમાજના નવીનીકરણ ઉપર ચર્ચા કરતાં એવા સ્ફોટક સત્યો ઉચ્ચાર્યા છે જે તમારી લાગણી, તમારા, ક્રોધ, તમારી માન્યતાને ઠેસ પહોંચાડેછે અને છતાંય તે કયાંક સત્ય છે તેવું તમને લાગી શકે છે.

ઓશોના ધારદાર વિચારો, ઉંડી તર્કબધ્ધતા, પ્રવાહિત રસપ્રચુર ભાષા અનેદ્રષ્ટાંતો તમને વિચારવા મજબૂર કરે છે.

આપણી, ખાસ કરીને ભારતીયોની આધ્યાત્કિતાની આધારશીલા છે ભૌતિકતાનો ત્યાગ, જ્યારે ઓશો ભૌતિકવાદને તેની આધારશીલા ગણે છે.

આપણા માટે સહુથી મોટી વસ્તુ છે પરિવારવાદ. જેમાં પત્ની, બાળકો, માતા-પિતા, ભાઇ-બહેન, કુટુંબીજન વગેરે આવી જાય છે. આપણા માટે સત્ય પણ પરિવારવાદ કરતાં વામણું છે. આપણા માટે પરિવારવાદ આપણા જીવનનું અગત્યનું પાસું છે. જ્યારે ઓશો કહે છે પરિવારવાદ ભલે સૈકાઓથી ચાલી આતવી પ્રથા હોય, પણ તે અપ્રાકૃતિક છે. પ્રકૃતિમાં મનુષ્યને છોડીને કયાંય પરિવારવાદ નથી અને પરિવારવાદ કરતાં પણ અગત્યની વસ્તુ છે. સત્ય. તમારા પતિાની વાત પણ અસત્ય હોય તો તમે તેમની પડખે ઉભા ન રહેતાં સત્યની પડખે ઉભા રહો. પણ આપણા માટે પિતા મહત્વના છે માટે તેમણે ઉચ્ચારેલ વચન પ્રત્યે આપણે કટિબધ્ધ છીએ, પછી ભલે તે સત્યની વિરૂધ્ધમાં કેમ ન હોય ?

લગ્નને પણ ઓશો અપ્રાકૃતિક કહે છ.ે તેમાંય આપણા લગ્ન ઠોકી બેસાડેલા છે. સમાજ દ્વારા નિર્ધારિત છે. જેમાં શરીર છે, સેકસ છે, કદાચ લાગણી છે પણ પ્રેમ નથી. ઓશો કહે છે લગ્નમાં પ્રેમ પહેલાં હોવો જોઇએ છીએ પછી લગ્ન, જ્યારે આપણે માનીએ છીએ કે લગ્ન મહત્વના છ, પ્રેમ તેની આડપેદાશ હોઇ શકે અને ન હોય તો પણ વાંધો નહીં.

પ્રકાશક દક્ષાબેન પટેલ કહે છે કે આવી અનેક ચોંકાવનારી રસપ્રચુર વાતોથી આ પુસ્તક ભરેલું છે વિનંતી એ છે કે વાચક તેની માન્યતાઓ, લાગણીઓ અને સંસ્કારોને એક બાજુ મુકી તટસ્થતાથી, સક્રિય મનથી, હોશથી આ વાંચે અને વિચારે. બસ એટલું પર્યાપ્ત છેતેવું ઓશોનું કહેવું છે.

(9:28 am IST)