Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

આહીર શૌર્ય દિવસ સમિતિના નેજા હેઠળ રેજાંગલાના વીર આહીર શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટ :. રેજાંગલા ખાતે ભારત અને ચીન વચ્ચે ૧૯૬૮ માં ખેલાયેલા યુધ્ધમાં ચીનના ૩૦૦૦ સૈનિકો સામે ભારતના માત્ર ૧ર૦ સૈનિકોએ યુધ્ધ લડી ચીનના ૧૩૦૦ થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતારીયા હતાં. ભારતના સૈનિકો પાસે તે સમયે દારૂગોળો પુરો થઇગયો હતો. છતાં છેલ્લે દંદયુધ્ધ લડીને આ ચોકી પર ભારત એ વિજય મેળવ્યો હતો. આ રેજાંગલાની લડાઇમાં ભારતના ૧૧૪ વીર આહીર સૈનિકો શહીદ થયા હતા અને આ યુધ્ધ વિરામ મેળવેલ.  આ શહીદ થયેલા સૈનિકોની શહાદતને યાદ કરી તેને શ્રધ્ધાંજલી અર્પણ કરવા ૧૮ નવેમ્બરના રોજ આહીર શૌર્ય દિવસ સમિતિ ગુજરાત દ્વારા આહીર શૌર્ય દિવસના રાજકોટમાં આહીર સમાજ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી. ગત વર્ષે આહીર શૌર્ય દિવસની ઉજવણી રાજકોટ રેસકોર્સ પર રપ૦૦૦ થી વધુ આહીર સમાજના લોકો ટ્રેડિસનલ સફેદ કપડામાં ઉપસ્થિત રહેલ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. હાલમાં કોરોનાની મહામારીને કારણે આાહીર સૌર્ય દિવસ સમિતિ ગુજરાત દ્વાર આહિર શૌર્ય દિવસની ઉજવણી પી.ડી.માલવિયા કોલેજ પર સમાજના આગેવાનો સમાજની અલગ અલગ સંસ્થાના હોદ્દેદારો અને સમિતિના સભ્યો દ્વારા સાંજે ૬ કલાકે ર મિનીટી મૌન પાળીને મીણબતી પ્રગટાવીને કર્યું રેજાંગલા ખાતે શહીદ થયેલા આહિર વીર સૈનિકોએ અને ભારત દેશના તમામ શહીદો અને સુરતથી પાવાગઢ દર્શન એ જઇ રહેલા અકસ્માતમાં આહીર સમાજના ૧૧ વ્યકિતઓનું અવસાન થતા તેઓને શ્રદ્ધાંજલી પાઠવેલ. આ શ્રદ્ધાંજલી અર્પણ કરવા લાભૂભાઇ ખીમાણીયા, નાગદાનભાઇ ચાવડા, ભાનુભાઇ મેતા, ઘનશ્યામભાઇ ખાટરીયા, જસુભાઇ રાઠોડ, સવજીભાઇ મૈયડ, વાલજીભાઇ ચાવડા ભૂપતભાઇ સેગલિયા, જે. ડી.ડાંગર, પ્રભાતભાઇ ડાંગર, ગિરીશભાઇ ગોરીયા, છગનભાઇ વરૂ, ભરતભાઇ આહિર, પ્રકાશભાઇ ચાવડા, વનરાજભાઇ ગરૈયા, બલદેવભાઇ ડાંગર, લાભૂભાઇ જળુ, વિપુલ ડવ, પરિમલભાઇ પરડવા, મનોજભાઇ ચાવડા, દિલીપભાઇ સિંહાર, રાવતભાઇ ડાંગર, મુનાભઇ હુંબલ, કાળુભાઇ હેરભા, નિર્મળભાઇ મેતા, વિનુભાઇ છૈયાં કનુભાઇ ખાટરીયા, કેતનભાઇ માંડ, એભલભાઇ કુવાડિયા, વિક્રમભાઇ હુંબલ, નારણભાઇ કુવાડિયા, નિલેષભાઇ હેરભા, વરજાંગભાઇ હુંબલ, ભાર્ગવભાઇ મિયાત્રા, હિતેશ મારૂ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આહિર શૌર્ય દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા મથકો, તાલુકાઓ અને આહિર સમાજના ગામોમાં શ્રદ્ધાંજલી પાઠવેલ. આહિર શૌર્ય દિવસની ઉજવણીને સફળ બનાવવા આહિર શૌર્ય દિવસ સમિતી ગુજરાતના સર્વ અગ્રણીઓ ઘનશ્યામભાઇ હેરભા, પ્રદીપ ડવ, શૈલેષ ડાંગર, હિરેન ખીમાણીયા, દીલીપભાઇ બોરિયા, મયુર ખીમાણીયા, સુરેશભાઇ ગરૈયા, અર્જુન ડવ, મનવીર ચાવડા, પ્રવીણ સેગલિઆ, જે.ડી.જાદવ, મૌલીક રાઠોડ, અજય ખિમાણીયા, રોહિત ચાવડા, ચંદુભાઇ મિયાત્રા, કરશનભાઇ મેતા, કિરીટભાઇ મૈયડ, જેઠુરભાઇ ગુજરીયા, અમિત લાવડીયા, કમલેશ કોઠીવાલ, જયદીપ ડવ, ખોડુભાઇ સેગલિયા, હેમંત લોખિલ વિમલ ડાંગર, કરણ લાવડીયા, અજય લોખિલ, લાલાભાઇ હુંબલ, હિતેશ ચાવડા, વિક્રમ બોરિયા, રમેશ બાલાસરા, મયુર ડાંગર, નિલેષ ડાંગર, ભરત મિયાત્રા, એસ.પી.સોનારા સહિતનાએ સફળ જાહેમત ઉઠાવેલ.

(3:28 pm IST)