Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

હુલ્લડ કરાવાના ઈરાદે સોશિયલ મીડિયા પર છ શખ્સોએ પોસ્ટ વાઇરલ કરી

ફેસબુક એકાઉન્ટ પર રિવોલ્વર છરી તથા તલવાર સાથેના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા

ગોંડલ, તા.૧૯: ગોંડલ શહેરમાં હુલ્લડ અને તોફાન કરવાના ઈરાદે કેટલાક યુવાનો દ્વારા ફેસબુક એકાઉન્ટ પર ઉશ્કેરણીજનક પોસ્ટ વાઇરલ કરવામાં આવી હોય ગોંડલ સિટી પોલીસે છ શખ્સો વિરુદ્ઘ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ફેસબુક એકાઉન્ટ પર ઉશ્કેરણી જનક post વાયરલ કરવા બદલ ગોંડલ સિટી પોલીસના પીએસઆઇ બીપી ઝાલાએ ફરિયાદી બની નીરવ અકબરી રહે. સુરત,ધવલ પાંભર રહે. રાજકોટ, જીતુ મેદ્યાણી રહે.રાજકોટ, કૃણાલ પટેલ રહે. સુરત, સચિન વેકરીયા રહે. રાજકોટ તેમજ ડી નામના સુરત રહેતાં. શખ્સો વિરુદ્ઘ ipc કલમ ૧૫૩ ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ પોલીસે ઉપરોકત ફરિયાદ અન્વયે એફઆઇઆરમાં નોંધ કરી હતી કે ગોંડલ યુદ્ઘ એ જ કલ્યાણ ગૃપના લીડર નિખિલ દોન્ગા વિરુદ્ઘ ગુનાઓ નોંધાયા બાદ ઉપરોકત શખ્સો દ્વારા તોફાન અને હુલ્લડ કરાવવાનાં હેતુથી સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાઇરલ કરવામાં આવી હતી જે ધ્યાને આવતા ગુન્હો નોંધવામાં આવ્યો છે.

(4:09 pm IST)