Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બોનસ હમારા હકક હૈ, ભીખ નહી... રેલ્વે કર્મી.ઓના સુત્રોચ્ચાર

રાજકોટ સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શનઃ રેલરોકોના કાર્યક્રમો આપવાની ચિમકી

રાજકોટ,તા.૨૦: એનએફઆઈઆર વે.રેલ્વે મજદૂર સંઘ રાજકોટ દ્વારા કર્મચારીઓની વિવિધ માર્ગોને લઈને સમગ્ર ભારતીય રેલ્વેમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ.

રાજકોટ ડિવીઝનમાં વે.રેલ્વે મજદૂર સંઘના મંડળ મંત્રી શ્રી હિરેન મહેતાને આગેવાની હેઠળ સર્વશ્રી અભિષેક રંજન, ઈકબાલભાઈ, મયૂરસિંહ, કેતન ભટ્ટી, ઘનશ્યામભાઈ, ડી.એસ.શર્મા, મુકેશ રાઠોડ, મનીષ મહેતા, વિવેકાનંદ, વિષ્ણુ ગઢવી, પી.સી.જાની, હિતેષ જાની, શતીષ શર્મા તથા મહીલા બ્રાંચના શ્રીમતિ અવની ઓઝા, પુષ્પા ડોડીયા, ધર્મીષ્ઠા થોરીયા, જયશ્રી સોલંકી, ધર્મીષ્ઠા પેજા, જયોતિ મહેતા, દક્ષાબેન રાવલ, વિક્રમબા સહીતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કર્મચારીઓ પોતાની વિવિધ માંગો લઈ વિરોધ પ્રદશીત કરેલ.

મંડળના મંત્રી શ્રી હિરેન મહેતાએ જણાવેલ કે સરકારની કામ દાર વિરોધ નીતીઓ નહી ચાલે અને આવનારા દિવસોમાં રેલ રોકો સુધીના કાર્યક્રમ આપવામાં આવશે. કર્મચારીઓ દ્વારા તાનાશાહી નહી ચલેગી, પીયૂષ ગોહેલ તેરી દાદાગીરી નહી ચલેગી, બોનસ હમારા હક હે ભીખ નહીં જેવા સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

રેલ્વેના કર્મચારીઓની માંગણી આ મુજબ છે. (૧) ૨૦૧૯- ૨૦૨૦નું ઉત્પાદન સાથે જોડાયેલ બોનસ સમયસર આપવું- દુર્ગા પૂજા (દશેરા પહેલા) જાહેર કરવું, (૨) નાઈટ ડયુટી અલાઉસ માટે રેલ મંત્રાલયનાં પત્ર ક્રમાંક ચ્(ભ્રૂખ્)ત્ત્-૨૦૧૭ / ૨૦.૦૯ / ૨૦૨૦ (ય્ગ્ચ્ ફબ્.૮૩/૨૦૨૦)ને ફરી પુનર્વિલોકન કરવું જોઈએ અને રીકવરી ત્વરિત રોકી દેવી જોઈએ., (૩) મોંઘવારી ભથ્થુ જે જાહેર કરેલ છે તે યોગ્ય સમયે આપવું. (૪) સેફટી કેટેગરી સ્ટાફનાં સંતાન કે જેઓ તા.૨૭ /૧૦/૨૦૧૭ સુધીમાં મેડીકલી ફીટ જાહેર થયા છે. તેમની ન્ખ્ય્લ્ઞ્ચ્લ્લ્ હેઠળ નોકરી આપવી- રેલ મંત્રાલયનાં આદેશનું સત્વરે પાલન કરવું. (૫) ટ્રેક મેન્ટેનર કેટેગરીનાં ૧૦ ટકા માં ઈન્ટેક કોટા તથા કેડર રીસ્ટ્રકચરીંગનાં તાત્કાલીક આદેશ આપવામાં આવે., (૬) નવી પેન્શન નીતિ રદ્દ કરી, જુની પેન્શન સ્કીમ શરૂ કરો., (૭) રેલ્વેમાં નિજીકરણ બંધ કરો- રેલ્વેમાં મોટા પાયે શરૂ કરવામાં આવેલ નિજીકરણ બંધ

(4:02 pm IST)