Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કાર ભાડે કરી વેચી નાખવાના ગુનામાં મુંબઇના બે શખ્સોની જામીન અરજી મંજુર

રાજકોટ,તા. ૨૦: મુંબઇ રહેતા અને કાર ભાડે વેંચી નાખવાના કૌભાંડમાં પકડાયેલા બે શખ્સોનો જામીન પર છૂટકારો ફરમાવતી અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવન વિગત એવી છે કે, ફરીયાદી દર્શન અશોકભાઇ પાલા રહે. ૮૦ ફુટ રોડ રાજકોવાળાએ તા. ૫/૧૦/૨૦૨૦ના રોજ થોરાળા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ લખાવેલ કે આ કામના  આરોપી ચિરાગ દિપકભાઇ વરધાની રહે.કુબેરનગર અમદાવાદવાળાએ ફરિયાદી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા હોય તેઓનો જસ્ટ ડાયર એપ્લીકેશન મારફત કોન્ટેક કરી ફરીયાદીની અર્ટિકા કાર રૂ.૮,૫૦,૦૦૦ વાળી ગાડી સેલ્ફ ડ્રાઇવીંગ માટે ૬ દિવસ ભાડે લઇ જઇ અને ત્યારબાદ કારની જીપીએસ સીસ્ટમ કાઢી લઇ અને ગાડી માલીમ પોતે જે રૂટ પર જવાના હોય એ રૂટ કાર માલિકને લખાવતા ત્યારબાદ અમુક કિલોમીટર કાપ્યા બાદ મોડી રાત્રે આ ટોળકી જીપીએસ સીસ્ટી ગાડીમાંથી કાઢી ફેંકી દઇ અને ત્યારબાદ જીપીએસ સીસ્ટમ કાર માલીક ચેક કરે ત્યારે કાઢીનું લોકેશન મળવાનું બંધ થઇ જતુ અને આરોપી પોતાના મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દેતા જેથી ફરીયાદી માટે ગાડીનો કોન્ટેક કરવો અશકય બની જતો આમ, ફરીયાદીએ ૪૦૬, ૪૨૦ મુજબની ફરીયાદ નોંધાવેલ.

ત્યારબાદ ક્રાઇમબ્રાંચે બાતમીદાર મારફત આરોપી (૧) વિપુલ ધીરૂભાઇ માંગરોળીયા રહે. વિરાટ વેસ્ટ, વિરાટનગર મેઇન રોડ, ચાણકય ચોક, શ્યામ ગાર્ડન, એપાર્ટમેન્ટ બી-૪૦૬, મુંબઇ મહારાષ્ટ્ર અને (૨) દિવ્યેશ મધુભાઇ પટોળીયા, ઘર નં. ૯૩, નંદની રેસીડેન્સી, વેલ્જા ગામ સુરતવાળાની ધરપકડ કરી ૭ દિવસની રીમાન્ડની માંગણી સાથેઅ અદાલતમાં રજુ કરતા તેઓને ૩ દિવસની રીમાન્ડ પર સોંપેલ.

સદરહું ગુન્હાની ટ્રાયલ ચલાવવાની સતા નીચેની અદાલતને છે. તેમજ જામીન ઉપર છોડવાની સતા પણ નીચેની અદાલત છે અને જામીનએ નીયમ અને જેલ એ અપવાદનો સિધ્ધાંત ધ્યાને લેવામાં આવે તો પણ આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય જામીન આપવા માટેનો આ કેસ છે અને હાલની કોરોનાની મહામારીને ધ્યાને લઇ જો આરોપીઓને જેલમાં રાખવામાં આવે તો, તેમને તથા તેમના પરિવારને શબ્દોમાં વર્ણવી ન શકાય તેવું નુકશાન જાય તેમ છે જેથી જામીન ઉપર છોડવા અરજ ગુજારેલ હતી.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ (૧) વિપુલ ધીરૂભાઇ માંગરોળીયા (૨) દિવ્યેશ મધુભાઇ પટોળીયાને રૂ. ૧૫,૦૦૦ પ્રત્યેકને જામીન પર છોડવા હુકમ ફરમાવેલ હતો. ઉપરોકત કામમાં બંને આરોપીઓ વતી એડવોકેટ અમીત એન. જનાણી, ઇકબાલ થૈયમ રોકાયેલ હતા.

(2:55 pm IST)