Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વોર્ડ નં. ૬ સંજયનગર વિસ્તારમાં પેવર કામનો પ્રારંભ

રાજકોટ : શહેર વોર્ડ નં. ૬માં આવેલ સંજયનગર વિસ્તારમાં ડામર કામનો  પ્રારંભ થયેલ છે. આ વિકાસ કામનું ખાતમુહૂર્ત વિધાનસભા -૬૮ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના હસ્તે ખાતમુહૂર્ત કરી કામનો પુરજોશથી પ્રારંભ કરાયો. અતિથી વિશેષ પદે રાજકોટ મહાનગરપાલિકાના ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, કોર્પોરેટર સજુબેન કળોતરા, દેવબેન, મનસુખભાઇ જાદવ, ભાજપ અગ્રણી મનસુખભાઇ જાદવ, વોર્ડ નં. ૬ વોર્ડ પ્રમુખ ઘનશ્યામભાઇ કુંગશિયા, વોર્ડ મહામંત્રી દુષ્યંતભાઇ સંપટ, વિરમભાઇ રબારી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ નયનાબેન પેઠડીયા તેમજ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

(2:54 pm IST)