Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પુત્રવધુને આપઘાતની ફરજ પાડવા અંગે સાસુ-સસરાને જામીન પર છોડવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ,તા. ૨૦: અત્રે સંતકબીર રોડ ઉપરની પરણીતાને આપઘાત માટે મજબુર કરવાના ગુન્હામાં પકડાયેલ સાસુ-સસરાના જામીન મંજુર કરવાનો હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

આ અંગે પોલીસ કેસની ફરીયાદ પ્રમાણે ટુકી વિગત એવી છે કે, તા. ૧/૭/૨૦૨૦ ના રોજ ગુજરનાર સોનલબેન ધર્મેશભાઇ ભલગામીયાએ પોતાના સાસરીના ઘરે રાજારામ સોસાયટી, સંતકબીર રોડ ખાતે પોતાના રૂમમાં પંખા સાથે સાડી બાંધ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવા સોનલબેનની માતા શારદાબેન હસમુખભાઇ ધનાણીએ થોરાળા પોલીસમાં પોતાની દિકરીને શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મરવા મજબુર કરવા બદલ તેના પતિ (૧) ધર્મેશ બાબુભાઇ ભલગામીયા, (૨) સસરા બાબુભાઇ રવજીભાઇ ભલગામીયા, (૩) સાસુ કંચનબેન બાબુભાઇ ભલગામીયા તથા (૪) દેર હાર્દીક બાબુભાઇ ભલગામીયા વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૬,૪૯૮ (ક), તથા ૧૧૪  દહેજ ધારાની કલમો અન્વયે ફરીયાદ આપતા તેમાં આક્ષેપો કરેલ કે ઉપરોકત આરોપીએ તેની દીકરીને અવાર નવાર મેણા ટોણા મારીને મારકૂટ કરતા તથા શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપતા તથા બાપના ઘરેથી કાંઇ લાવી નથી તેમ કહી પૈસાની માંગણી કરતા અને ત્રાસ આપી દહેજની માંગણી કરતા અને આમ કરી તેને મરવા મજબુર કરેલ હતી.

પોલીસે ઉપરોકત ચારે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ જેમાંથી આરોપી દેર હાર્દીક બાબુભાઇ ભલગામીયાએ પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીન ઉપર છુટવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ હતી.

તમામ પક્ષકારોની રજુઆતો તમામ બાબતોને ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટ કોર્ટે બન્ને આરોપીઓ સસરા બાબુભાઇ રવજીભાઇ ભલગામીયા, સાસુ કંચનબેન બાબુભાઇ ભલગામીયાની રેગ્યુલર જામીન અરજી મંજુર કરેલ છે.

આ કામે આરોપીઓ વતિ ગુજરાત હાઇકોર્ટના વકીલ વિકીભાઇ મહેતા તથા આરોપીઓ વતિ રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, તથા ભરત સોમાણી રોકાયેલ હતા.

(2:49 pm IST)