Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ભુપત ભરવાડની રીમાન્ડ અરજી રદ થતાં સરકારે રીમાન્ડ સંદર્ભે કરેલ રિવિઝનને સેસન્સ કોર્ટે ફગાવી દીધી

જમીનના પ્રશ્ને બળજબરીથી લાખોની રકમ પડાવી લેવાની ફરીયાદમાં

રાજકોટ તા.ર૦ : કુવાડવા રોડની જમીન સબંધે બળજબરીથી પૈસા પડાવવાના આક્ષેપ સબંધેની ફરીયાદ ભુપત ભરવાડ સામે થયેલ તેની ધરપકડ કરી ડી.સી.બી.પોલીસે નીચેની અદાલતમાં દીન-૧૦ના રીમાન્ડની માંગણી સાથે રજુ કરેલ બંને પક્ષોની દલીલો, કેસ ડાયરી, અને પોલીસ પેપર્સ ધ્યાનમાં લઇ એડી.ચીફ જયુડી.મેજી. શ્રી ક્રિસ્ટીએ ડી.સી.બી.પોલીસની રીમાન્ડ માંગતી અરજી ના મંજુર કરેલ જે હુકમથી નારાજ થઇ ડી.સી.બી. પોલીસે સેશન્સ અદાલતમાં રીવીઝન કરેલ જેમ પણ એડી.સેશન્સ જજશ્રી ડી.એ.વોરાએ નીચેની અદાલતનો હુકમ બરાબર અને યોગ્ય છે તેવું ઠરાવી સરકારશ્રીની રીવીઝન ફગાવી દીધેલ છે.

આ કામે ધવલભાઇ મીરાણીનાએ ડી.સી.બી.પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ અને ફરીયાદની હકિકતમાં જણાવેલ કે, આ કામના ફરીયાદી જેઓએ સને-ર૦૧૭ માં કુવાડવા રોડ ઉપર આવેલ પ્લોટ ખરીદ કરવા ટોકન આપેલ જેથી આ કામના આરોપીઓ રાકેશભાઇ પોપટ તથા ભુપતભાઇ ભરવાડનાઓએ રાકેશભાઇની ઓફીસ ખાતે ફરીયાદીને બોલાવી તેઓએ તે પ્લોટ ખરીદ કરેલ જેમાં તેઓને બે કરોડનું નુકશાન ગયેલ છે. તેમ કહી ઓફીસની ઉપર આવેલ ફલેટ ખાતે ફરીયાદીને લઇ જઇ તેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારી નુકશાની પેટેના રૂ.પ૦,૦૦,૦૦૦/- આપવાનું જણાવી જે ફરીયાદી પાસેથી ફરીયાદીએ પ્રફુલભાઇ સાથે ભાગીદારીમાં મકાન ખરીદ કરેલ જેના રૂ. ૩૩,૦૦,૦૦૦/- પ્રફુલભાઇ પાસેથી લઇ તેમજ બાકીના રૂ.૧૭,૦૦,૦૦૦/- માંથી ફરીયાદી પાસેથી રૂ.ર,૦૦,૦૦૦/- રોકડામાં તેમજ આરોપીઓએ ફોર્ચ્યુનર કાર મુકેશભાઇ પટેલના નામે ખરીદ કરી અને જેના ફરીયાદી પાસે રૂ.૭૩,પ૦૦/- ના કુલ ર૦ હપ્તા મળી કુલ રૂ.૧૪,૭૦,૦૦૦/- ધરાર ભરાવી તેમજ ઉપરના રૂ.૩૦,૦૦૦/- ફરીયાદીએ રોકડમાં મુકેશભાઇ પટેલને આપી દેવા છતા આરોપીઓએ વધુ બે હપ્તા ફોર્ચ્યુનર કારના ભરવા જણાવી ધમકીઓ આપી તેમજ ફરીયાદીએ જેન્તીભાઇ પટેલનું એક કરોડનું મકાન ખરીદ કરેલ તેમાં આરોપીઓએ બળજબરીથી રપ ટકા ના ભાગીદાર રહી ફરીયાદીને રૂ.રપ,૦૦,૦૦૦/- આપી બાદ ૬ થી ૭ માસ બાદ ભાગ છુટો કરવાનું જણાવી બળજબરીથી રૂ.રપ,૦૦,૦૦૦/- ની સામે રૂ.૪પ,૦૦,૦૦૦/- કઢાવી લઇ આમ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરીયાદી પાસેથી સને-ર૦૧૭ થી હાલ સુધીમાં રૂ.૭૦,૦૦, ૦૦૦/- બળજબરીથી કઢાવી લઇ આરોપીઓએ એક બીજાને મદદગારી કરી ગુનો આચરેલ છે.

ઉપરોકત ગુના સબંધે પોલીસે ભુપત ભરવાડની ધરપકડ કરેલ અને દીન-૧૦ ની રીમાન્ડ સાથે નીચેની અદાલતમાં રજુ કરેલ.

ઉપરોકત હકિકત તેમજ કેસ ડાયરી, પોલીસ પેપર્સ વેચાણે લઇ નીચેની અદાલતના એડી.ચીફ જયુડી.મેજી. ક્રિસ્ટીએ વીગતવારનો હુકમ કરી પોલીસની રીમાન્ડની માંગણી કરતી અરજી રદ કરેલ હતી.

આ હુકમની સામે ડી.સી.બી.પોલીસે રીવીઝન કરેલ જેમાં લંબાણપૂર્વકની દલીલ થયા બાદ એડી. સેશન્સ જજશ્રી ડી.એ. વોરાએ આરોપી પક્ષની દલીલ તેમજ પોલીસ પેપર્સના કાગળો, તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઇ નીચેની અદાલતનો હુકમ બરાબર અને યોગ્ય છે તેવું ઠરાવી સરકારશ્રીની રીવીઝન ફગાવી દીધેલ છે.

આ કામમાં આરોપી ભુપત વીરમભાઇ બાબુતર (ભરવાડ) વતી રાજકોટ એડવોકેટ પીયુષભાઇ એસ.શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, જીતેન્દ્રભાઇ ઘુળકોટીયા, વીજયભાઇ પટગીર, હર્ષીલભાઇ શાહ, વીજયભાઇ વ્યાસ, રાજેન્દ્રભાઇ જોશી, તેમજ પ્રકાશભાઇ પરમાર રોકાયેલા હતા.

(2:49 pm IST)