Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

રાજકોટ જેલમાં ઉઠક-બેઠકની રમત રમતી વખતે ડખ્ખોઃ કેદી લખન બચુની ધોલધપાટ

સાથેના કેદીઓ જીતીયો અને જીતેન્દ્રએ ઢીકાપાટુ માર્યાઃ ઉના કોર્ટમાં રજૂ કર્યો ત્યાં ફરિયાદ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૦: અહિની સેન્ટ્રલ જેલમાં રખાયેલા કેદી લખન બચુભાઇ માલાણીને જેલની બેરેકમાં અન્ય બે કેદીઓ સાથે ઉઠક બેઠક મામલે ચડભડ થતાં તેની ધોલધપાટ કરવામાં આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

લખન બચુ માલાણી પોતાને ૧૮મીએ રાતે સાડા નવેક વાગ્યે નવી જેલ-૨માં હતો ત્યારે સાથેના બે કેદી પ્રતિક ઉર્ફ જીતીયો અને જીતેન્દ્રએ ઢીકાપાટુનો માર માર્યાની રાવ સાથે દાખલ થતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ નિવેદન નોંધ્યું હતું. લખન ચિલઝડપના અનેક ગુનામાં સંડોવાયો છે. તેને ગઇકાલે એક ગુનામાં ઉના કોર્ટમાં રજૂ કરાયો ત્યાં પોતાને જેલમાં મારામારી થયાની રાવ કરતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જેલમાં કેદીઓ પ્રતિક અને જીતેન્દ્ર સાથે ઉઠક-બેઠકની રમત રમતી વખતે લખને ઉઠક બેઠક ન કરી હોઇ તે અંગે ચડભડ થતાં મારકુટ થયાનું તપાસમાં ખુલ્યું હતું.

(12:51 pm IST)