Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મઘરવાડાના રવીને ટ્રકમાં દારૂ રાખી નીકળતા એરપોર્ટ પોલીસે પકડ્યો: રૂ. ૫,૧૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ: કુવાડવાના મઘરવાડા ગામમાં આંબલીવાળી શેરીમાં રહેતો રવિ દેવશીભાઇ ડાભી (ઉ.વ.૨૩) આઈશર ટ્રકમાં રૂ. બાર હજારનો ૨૪ બોટલ દારૂ રાખી અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી નીકળતા હેડ કોન્સ. વિક્રમસિંહ કેસરીસિંહ ઝાલા તથા કોન્સ. ઇરશાદઅહેમદ ઓસમાણગનીની બાતમી પરથી પકડી લઈ કુલ રૂ. ૫,૧૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ એહમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, એસીપી એસ.આર.ટંડેલની સૂચના મુજબ આ કામગીરી પો.ઇન્સ. જી.એમ.હડીયા, પીએસઆઇ વી. સી. પરમાર, હેડ.કોન્સ કે.એમ.વાજા,હેડકોન્સ. વી. કે.સોલંકી, કોન્સ. દિવ્યરાજસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, કનુભાઇ ભમ્મર તથા ઇરશાદઅહેમદએ કરી હતી.

(8:28 pm IST)