Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભાજપ ધર્મ અને ભકિત સાથે જોડાયેલો પક્ષ : વિજયભાઈ રૂપાણી

સિઘ્ધી વિનાયક ધામ ખાતે વિજયભાઈ રૂપાણીના મહાઆરતી : કાર્યાકર્તાઓ દ્વારા ઉમળકાભેર અભિવાદન

રાજકોટ : શહેર ભાજપ કાર્યાલય – સિઘ્ધી વિનાયક ધામ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભાવ– ભકિતપૂર્વક  આયોજન કરવામાં આવેલ. જેમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે ભાજપ કાર્યાલય ખાતે ગણપતીદાદાની મહાઆરતીમાં ઉપસ્થિત રહી ગણપતીદાદાનું પૂજન–અર્ચન કરેલ હતું. ત્યારે ઉપસ્થિત સૌ કોઈ કાર્યકર્તાઓએ વિજયભાઈ રૂપાણીનું ઉમળકાભેર અભિવાદન કરેલ હતુ.  લોકહ્રદયમાં 'કોમનમેન' તરીકેનું સ્થાન ધરાવતા વિજયભાઈ રૂપાણીના હસ્તે શહેર ભાજપ કાર્યાલય ખાતે ગણપતી દાદાનું પૂજન– અર્ચન– મહાઆરતી થનાર હોય તમામ શ્રેેણીના કાર્યકર્તાઓ  સિઘ્ધી વિનાયક ધામ– શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજયભાઈ રૂપાણીનું અભિવાદન કરવા ઉત્સાહભેર ઉપસ્થિત રહયા હતા. વિજયભાઈ રૂપાણીએ પણ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલી સૌ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરતા જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી એ દરેક તહેવારો, પર્વો અને ઉત્સવોમાં લોકોને જોડનારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એ માત્ર રાજકીય પક્ષ જ નહી, પરંતુ ધર્મ અને ભકિત સાથે જોડાયેલો પક્ષ છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ડો. પ્રદિપ ડવ, રાજુભાઈ ધ્રુવ, રક્ષાબેન બોળીયા, વંદનાબેન ભારઘ્વાજ સહીતના સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિજયભાઈ રૂપાણી સાથે આરતીમાં  જોડાઈ પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, પ્રવીણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, રાજન ઠકકર, પી. નલારીયન પંડીત, ચેતન રાવલ, રાજ ધામેલીયા, વિજય મેર સહીતનાએ જહેમત ઉઠાવી હતી. 

(3:59 pm IST)