Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કારીયા પરિવાર દ્વારા ૧,૧૧૧ લાડુનો અથર્વશી યજ્ઞઃ 'અગલે બરસ તુ જલ્દી આ'ના નાદ સાથે વિસર્જન

રાજકોટઃ કારીયા પરિવાર દ્વારા છેલ્લા ૨૧વર્ષથી ગણપતિ બાપ્પાનંુ  સ્થાપન કરવામાં આવે છે. ગણપતિ બાપ્પાને ૧૧૧૧ લાડુ નો અથર્વશી યજ્ઞ કર્યા બાદ વિસર્જન કરવામાં આવે છે સમ્પૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વર્ષો થી બંગાળી કારીગરો દ્વારા બનાવામાં આવે છે. જેમાં માટી, ઘાંસ,અને લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્વ. મગનલાલ વિસનજી કારીયા અને સ્વ. કાન્તાબેન મગનલાલ કારીયા દ્વારા ગણપતિ બાપ્પા સ્થાન ૨૦૦૦ સાલ કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ સ્વ. રાજુભાઈ કારીયા અને નાના ભાઇ રજનીભાઈ કારીયા દ્વારા આ પરંપરા જાળવી રાખેલ છે જે હવે મારા દિકરા ધવલ કારીયા, મીત કારીયા, અને અનિકેત કારીયાએ પણ પરંપરા મુજબ જાળવી રાખી છે. પરિવારમાં સૌથી નાનો દર્શ પણ આ વખતથી જોડાયાો.

આ પ્રસંગે કારીયા પરિવાર તમામ સભ્યો દિનેશભાઈ કારીયા (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫), વૈશાલી દિનેશભાઈ કારીયા, રજનીભાઈ કારીયા, સોનલબેન રજનીભાઈ કારીયા, ધવલ દિનેશભાઈ કારીયા, જાનકી ધવલભાઈ કારીયા, મીત દિનેશભાઈ કારીયા, બંસી મીતભાઇ કારીયા, વિની રજનીભાઈ કારીયા, અનિકેત રજનીભાઈ કારીયા, રજનીભાઈ જોબનપુત્રા અને  હિનાબેન રજનીભાઈ જોબનપુત્રા ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)