Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઠેબચડાની જમીન મામલે ગરાસિયા પ્રૌઢની હત્યામાં એક આરોપીની વચગાળા ના જામીન નામંજૂર

પોલીસની હાજરીમાં કોળી જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતનું ઢીમ ઢાળી દીધું : માતા અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જવા માટે ૨૧ દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા

રાજકોટ,તા. ર૦ :  રાજકોટની ભાગોળે ઠેબચડા ગામે જમીનના વિવાદમાં ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં રહેલા શખ્સ ના માતાનું અવસાન થતાં અસ્થિ વિસર્જન માટે ૨૧ દિવસના વચગાળાના માંગેલા જામીન અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે .

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે તારીખ ૩૦ ના રોજ રક્ષણ માટે મુકાયેલી પોલીસની હાજરીમાં ખેડૂતની પોતાની જ વાડીમાં કોળી જૂથ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલામાં લખધિરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસિયા પ્રૌઢની હત્યા થઈ હતી જ્યારે અન્ય બે વ્યકિત ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવમાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે ચાર મહિલા સહિત ૨૦થી જેટલા શખ્સો સામે ત્ભ્ઘ્ કલમ ૩૦૨, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી) વિગેરે મુજબ હત્યાનો ગુનો નોંધીને ૨૦ શખસોની ધરપકડ કરી હતી. અને આરોપીને કોર્ટે જેલ હવાલે કરેલ હતા. જેમાં પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ દ્વારા આરોપી સામે ચાર્જશીટ દાખલ કરેલ. જે પૈકી આરોપી છગન બીજલ રાઠોડ નામના શખ્સે માતૃશ્રીના અસ્થિ વિસર્જન માટે હરદ્વાર ખાતે જવાનું હોવાથી તેમજ ધાર્મિક વિધિ મોટા પુત્ર તરીકે હાજર રહેવા માટે ૨૧ દિવસના વચગાળાની જામીન અરજી કરી હતી  જામીન અરજી ચાલવામાં આવતા બંને પક્ષોના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલો બાદ સ્પેશ્યલ પી.પી. અનિલ ભાઈ દેસાઈએ કરેલી દલીલો હાઈકોર્ટના ચુકાદાઓ રજી કરેલા અને આરોપી પણ નાસી જાય તેવી શંકા વ્યકત કરી અને અને સાક્ષી પુરાવાનો નાશ કરશે તેવી તર્કબદ્ધ દલીલ કરી હતી જ્યારે ફરિયાદી ના એડવોકેટ રૂપરાજસિંહ પરમાર દ્વારા લેખિત વાંધાઓ રજુ કરવામાં આવ્યા હતા  કાયદા વિષયક વિસ્તાર પૂર્વકની દલીલો તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરતાં એડિશનલ સેશન્સ જજ એ.વી. હીરપરાએ છગન બીજલ રાઠોડની વચગાળાની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં સ્પેશ્યલ પીપીતરીકે અનિલભાઈ દેસાઈ અને મૂળ ફરિયાદીના એડવોકેટ તરીકે  રુપરાજસિંહ પરમાર અનેઅજીત પરમાર,હુસેનભાઇ હેરણજા  જયદેવસિંહસિંહ ઝાલાઅને શકિતભાઈ ગઢવી રોકાયા હતા.

(3:21 pm IST)