Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અંધ મહિલા વિકાસ ગૃહમાં ફ્રુટ વિતરણ

રાજકોટઃ પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની સુચના  અને રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૧માં જન્મદિવસ નિમિત્તે રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહ,ઢેબર રોડ ખાતે દિવ્યાંગ બહેનોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, રાષ્ટ્રીય ગૌ-સેવા આયોગના પૂર્વ ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરીયા, પ્રદેશ કારોબારી સભ્ય ચેતનભાઈ રામાણી તથા દિનેશભાઈ અમૃતિયા, જીલ્લા ઉપપ્રમુખ નરોત્તમભાઈ પરમાર, જીલ્લા મંત્રી પ્રાગજીભાઈ કાકડિયા, પૂર્વ જીલ્લા મંત્રી વિનુભાઈ પરમાર,  ગીરીશભાઈ પરમાર, ભાસ્કરભાઈ જશાણી,  ડો.દીપકભાઈ પીપળીયા, અસલમભાઈ મલેક,  નવીનભાઈ ગૌસ્વામી, હરેશભાઈ મકવાણા,મનોજભાઈ અકબરી,  નિલયભાઈ ડેડાણીયા,નીતિનભાઈ સગપરીયા, વિનયભાઈ સાકરિયા,  બાબુભાઈ નસીત, દિનેશભાઈ વીરડા, નિશિતાબેન ગોંડલીયા, રજનીભાઈ સખીયા, સુરેશભાઈ અમીપરા, દિપકભાઈ મદલાણી, પરેશભાઈ સાવલિયા,  કિશોરભાઈ ડોડીયા,  ઉદયભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ ધારૈયા, શ્રી કનકસિંહ જાડેજા, પીયુષભાઈ પટેલ, બીપીનભાઈ સાવલિયા, શ્રી મિલનભાઈ કોઠારી,જયપાલસિંહ જાડેજા, નિલયભાઈ કાલરીયા,  તન્મયભાઈ ઉપાધ્યાય, શ્રી દિલીપભાઈ કાલાણી,  દેવેનભાઈ પટેલ, નહેરૂદીનભાઈ સપ્પા,  જયંતીભાઈ ત્રિવેદી સહીતના જીલ્લા તથા તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ વ્યવસ્થા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, સહ-કાર્યાલયમંત્રી વિવેક સાતા, શ્રી કિશોર ચાવડા સહીતનાએ સંભાળી હતી.

(3:20 pm IST)