Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદોને કીટ વિતરણ

રાજકોટ : શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શ્રીમાળી સોની સમાજના જરૂરીયાતમંદ કુટુંબોને અનાજ સહાય, ખાંડ, તેલ, ચણાનો લોટ જેવી સામગ્રીની ૨૩૫ કીટનું વિતરણ ગોલ્ડ સ્ટોન કોમ્પલેક્ષ ખાતેથી કરાયુ હતુ. આ વિતરણના મુખ્ય દાતા સ્વ. કાન્તીભાઇ પ્રેમજીભાઇ પાટડીયા રાજકોટ હ.કાનાભાઇ પાટડીયા, સહદાતાઓમાં સુરેશભાઇ કોંઢીયા, નવનીતભાઇ રાણપરા, ગીરીશભાઇ પી. પારેખ, ચેતનભાઇ ધ્રાંગધરીયા, રાજેશભાઇ ઉડવિયા, દિનેશભાઇ ભાલાણી, મનુભાઇ આડેસરા, ગોવિંદભાઇ પારેખ, મનોજભાઇ રાણપરા, ગો.વા. અજીતભાઇ પારેખ, ભાવેશભાઇ ભુવા, સંજયભાઇ આડેશરા, મંજુલાબેન પારેખ, નલીનભાઇ પાટડીયા, મુકેશભાઇ ઝવેરી, અતુલભાઇ ચરાડવા અને અનામી દાતાઓનો સહયોગ મળેલ. તેમજ સમાજના વિધવા બહેનોને સોની જયાબેન ભાઇચંદભાઇ પારેખ પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂ.૨૦૦ ની રોકડ સહાય અપાઇ હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે વિનુભાઇ પારેખ, પ્રવિણભાઇ માંડલીયા, ચેતનભાઇ ધ્રાંગધરીયા, રાજેશભાઇ ઉડવીયા, મનોજભાઇ રાણપરા, ભાવેશભાઇ ભુવા, સંજયભાઇ આડેસરા, અશ્વિનભાઇ રાણપરા, પારૂલબેન આડેેસરા, મુકેશભાઇ ઝવેરી, અતુલભાઇ ચરાડવા, અશ્વિનભાઇ ધોળકીયા, ધર્મેશભાઇ રાણપરા, ભોગીભાઇ પારેખ, જીજ્ઞેશભાઇ પારેખ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા વિનુભાઇ વઢવાણા, દીલીપભાઇ આડેશરા, અજયભાઇ ફીચડીયા, અશોકભાઇ પાટડીયા, વ્રજેશભાઇ આડેશરા, મુકેશભાઇ ભુવા, ગોપાલભાઇ મીનાવાલા, ગોપાલભાઇ મીનાવાલા, વિરેનભાઇ પારેખ, હરેશભાઇ ભુવા, સુબોધભાઇ રાધનપુરા, રાજુભાઇ ફીચડીયા, દુર્ગેશભાઇ આડેશરા, જેનીશભાઇ માંડલીયા, ચંદ્રકાન્તભાઇ આડેશરા, હરેશભાઇ ફીચડીયા, પંકજભાઇ ઝીંઝુવાડીયા, સન્નીભાઇ રાણપરા, નિકુંજભાઇ વઢવાણા, મૌલીકભાઇ રાણપરા, અશ્વિનભાઇ રાણપરા, પંકજભાઇ રાણપરા, છગનભાઇ આડેશરા વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(3:16 pm IST)