Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

આત્મીય યુનિ. દ્વારા ૧૨૦૦ કન્યાઓને સમૃધ્ધી યોજનાના એકાઉન્ટ ખોલાવી આપ્યાઃ રૂપોષીત બાળકોને દતક લીધા

કૃપોષણ સામાજીક કલંકઃ રૂપાણી : પૂ. ત્યાગ સ્વામીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ

રાજકોટઃ આત્મીય યુનિવસિટી, શ્રી એમ.એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજ અને આત્મીય સ્કૂલ્સ દ્વારા સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ૧૨૦૭ કન્યાઓનાં એકાઉન્ટ ખોલાવી આપવામાં આવ્યાં છે. પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલ આ દરેક એકાઉન્ટમાં પ્રારંભિક બેલેન્સ તરીકે રૂ. ૨૫૦/-  આ સંસ્થાઓ દ્વારા જમા કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ સ્થિત આંગણવાડીઓમાં આવતાં ત્રણસો સાત કુપોષિત બાળકોને એક વષે માટે આત્મીય યુનિવર્સિટી દ્વારા દતક લેવામાં આવ્યાં છે. આ એક વષે દરમિયાન બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવશે.

 યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ  પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં યુગકાર્યનાં સુવણેજયંતિ વષે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના સંયુકત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં આ બન્ને યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક પાસબુક અને પોષણક્ષમ આહારની કોટ અપણ કરવામાં આવી હતી.

 આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી  શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, કુપોષણ એ સામાજિક કલંક છે. ગુજરાત અને સમગ્ર દેશમાંથી આ કલંકને દૂર કરવા સરકાર અને સામાજિક-ધામિંક સંસ્થાઓએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બાબતને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક સંસ્થાઓને આહવાન કરતા હોય છે તેના પ્રતિસાદમાં આત્મીય પરિવારે ત્રણસો સાત બાળકોને પોષણક્ષમ આહાર માટે દતક લઈને પ્રશંસનીય કાર્ય કર્યું છે. 

આ પ્રસંગે  પૂ. ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, ગુરૂહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે વષે ૧૯૭૧માં આત્મીયતા સભર સમાજનાં નિર્માણરૂપી યુગકા્યની શરૂઆત કરી હતી. તેનું આ સુવણજયંતી વષે છે. તે અંતગત યોગી ડિવાઇન સોસાયટી અને આત્મીય પરિવારની સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકોય પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. તે અંતગેત આ બન્ને યોજનાઓમાં યોગદાન આપવામાં આવી રહ્યું છે. સમાજના દરેક વગ, ક્ષેત્ર અને સ્તરના લોકો આત્મીયતાથી જોડાય, એકબીજાનાં સુખદુઃખનો વિચાર કરીને મદદરૂપ થાય તેવી હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જીવનભાવના હતી. આથી, સામાજિક સેવાકીય કાર્યાને તેઓશ્રી હંમેશાં પ્રાધાન્ય આપતા હતા.

  તંદુરસ્ત અને સ્વસ્થ સમાજ માટે કુપોષિત બાળકોને નિયમિત પોષણક્ષમ આહાર મળે તે જરૂરી છે. ગરીબ વર્ગનાં બાળકોને કુપોષણથી બચાવીશું તો સમાજનું પોત સુધરશે. રાષ્ટ્રની સમૃધ્ધિ અને ઉત્પાદકતામાં વૃધ્ધિ થશે. તેવો અભિપ્રાય પણ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ વ્યકત કયો હતો.

 આ કાર્યક્રમમાં આત્મીય યુનિવસિટી અને વિરાણી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓને એન.સી.સી. અને રમતગમતની ઉપલબ્ધીઓ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.  આત્મીય યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. ડી.ડી. વ્યાસે સ્વાગત પ્રવચન કર્યું હતું.

 આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયા અને મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ભાજપ પ્રવકતા રાજુભાઇ ધરવ, આત્મીય યુનિવર્સિટીનાં પ્રોચાન્સેલર ડૉ. શીલા રામચંદ્રન, મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિનાં ચેરમેન ડૉ. રાજશ્રીબેન ડોડીયા, કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, જ્યોત્સનાબેન ટીલાળા અને નરેન્દ્રસિંહ વાઘેલા, જીલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ડૉ. જનકસિંહ ગોહિલ, સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ એમ.કે. પરમાર, આત્મીય યુનિવર્સિટીના ડૉ. જી. ડી. આચાર્ય, ડૉ. વિશાલ ખાસગીવાલા, ડૉ. આશિષ કોઠારી, વિરાણી સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. કાર્તિક લાડવા, ધર્મશભાઈ જીવાણી, પરશુરામ યુવા ગ્રૂપના પંકજ રાવલ સહિતના   ઉપસ્થિત રહ્યા હતા. 

(3:14 pm IST)