Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ : મનસુખભાઇ છાપીયાનુ રકતતુલાથી સન્માન

રાજકોટ તા. ૧૮ : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહેલ છે. ત્યારે કાર્યક્રમોની શ્રૃંખલાના ભાગરૂપે અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ અને આઝાદીના લડવૈયા ક્રાંતિવીર મનસુખભાઇ છાપીયાજીની રકતતુલાથી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મનસુખભાઇ છાપીયા પ્રખર રાષ્ટ્રભકત અને ગાંધીજીના સાદુ જીવન ઉચ્ચ વિચારોને જીવનમાં સાંગોપાંગ ઉતારનાર પ્રખર રચનાત્મક કાર્યકર છે. ૯૦ વર્ષની વયે પણ સાયકલ ચલાવી જાણે છે. આઝાદી માટે ક્રાંતિકારી વિચારધારાના વાહક છે. ગૌસેવા અને ગૌ આધારીત ખેતીના હીમાયતી છે.

ગરીમામય કાર્યક્રમમાં પૂર્વ મેયર અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા, પૂ. પરમાત્માનંદજીછ, સાંસદ રામભાઇ મોકરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, કેબીનેટ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ, નિતીનભાઇ ભારદ્વાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત કિશોરભાઇ આદીપરા, કિરીટભાઇ પાઠક, અતુલભાઇ પંડીત, નરેન્દ્રસિંહ ઠાકુર, ભતભાઇ કગથરીયા, વિમલભાઇ ધામી, મહેશભાઇ મહેતા, બકુલેશભાઇ વિરાણી, પરષોતમભાઇ કમાણી, પ્રવીણભાઇ નિમાવત, રમેશભાઇ ઠકકર, ત્રિવેદીભાઇ, હષિતભાઇ મહેતા, હિરેનભાઇ વોરા, મિહિરભાઇ, ડો. નવલકુમાર શીલુ, રૂપાબેન, પ્રવિણભાઇ, માત્રાવાડીયાભાઇ, કાળુમામા, ગિરીશભાઇ ભટ્ટ, જયંતભાઇ રાવલ, શ્રી રાજાણી, વિજયભાઇ વ્યાસ, કશ્યપભાઇ શુકલ, દેવાંગભાઇ માંકડ, રામજીભાઇ માવાણી, રમાબેન માવણી, અશોકભાઇ જોશી, મનીષભાઇ ભટ્ટ, ડો. માધવ દવે, યોગેશભાઇ પાંચાણી, અમિતભાઇ દેસાઇ, અજીતભાઇ ભીમજીયાણી, મુકેશભાઇ બુંદેલા, પુજાબેન પટેલ, ડાંગરભાઇ શાંતિલાલભાઇ પાંવ, કાન્તાબેન કથીરીયા, જગુભાઇ છાપૈયા, વસંતભાઇ જસાણી, સુનિલભાઇ છાપીયા, જયેશઇભાઇ સંઘાણી, મહેશભાઇ શેઠ, માવજીભાઇ ડોડીયા, ડો. ગૌરવીબેન ધ્રુવ, મહેન્દ્રભાઇ જસાણી, નરેન્દ્રભાઇ દવે, ડો. અમલાણી, કિશોરભાઇ મુંગલપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડો. વલ્લભભાઇ કથીરીયાએ ૧૨૯ મી વખત રકતદાન કરી યુવા પેઢીને પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના કારોબારી સભ્યો જયંતભાઇ ધોળકીયા, લક્ષ્મણભાઇ મકવાણા, નિલેશભાઇ શાહ, પ્રભાતભાઇ ડાંગર, ઇન્દ્રવનભાઇ રાજયગુરૂ, હસુભાઇ ગણાત્રા, જાહનવીબેન લાખાણી, સંજયભાઇ મોદી, અશોકભાઇ પંડયા, ગુણવંતભાઇ ભટ્ટ, રમેશભાઇ પરમાર, ભુપેન્દ્રભાઇ શાહ, રાજુલભાઇ દવે, ભરતભાઇ અનડકટ, જગદીશભાઇ જોષી, ધનુમામા, હરીશભાઇ શાહ, કમલેશભાઇ મહેતા, ભાગ્યેશ વોરા, પ્રવિણભાઇ ચાવડા, રમેશચંદ્ર, નિલેશ હીંડોચા, હેલી કાકા, દિવ્યેશ ધોળકીયા, સચીન શુકલ, મનીષ શેઠ, જગદીશભાઇ તન્ના, ધર્મેશભાઇ મકવાણા, ભાવેશ ગોહેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.રકતદાતાઓને અનેક ભેંટો આપી પ્રોત્સાહીત કરાયા હતા. રકતદાન કેમ્પ માટે શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના ૧૩૫ વાર કતદાન કરી ચુકેલ વિનયભાઇ જસાણી અને એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણીએ જહેમત ઉઠાવી હતી. નલીન શાહ, સતીશ સાગઠીયા, વૈભવ વખારીયાનો સહયોગ મળ્યો હતો. 

(3:13 pm IST)