Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રાજકોટ તાલુકાના ૫ ગામોમાં 'યંગ ઇન્ડિયા' દ્વારા સ્માર્ટ ટીવી ભેટ

 રાજકોટઃ યંગ ઇન્ડિયા સંસ્થા દ્વારા રાજકોટ તાલુકાના ૫ ગામો ગઢકા, કાગદડી, રાણપુર નવાગામ, સાંખડા અને મહિકાના વિદ્યાર્થીઓને ઉપયોગી સ્માર્ટ ટીવી ભેટ આપવામાં આવેલ. જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરના હસ્તે સરપંચોને ટીવી અર્પણ કરાયેલ. ભૂપત બોદરે સંસ્થાના આ કાર્યને બિરદાવ્યું હતું. આ તકે ભૂપતભાઇ બોદર તેમજ રાજકોટના એસ.પી. બલરામ મીના, યંગ ઇન્ડીયા સંસ્થા તરફથી ચેરમેન રાહુલભાઇ ડાંગર, સંસ્થાના શ્યામભાઇ રાયચુરા, ઋષભભાઇ શેઠ તરફથી સ્માર્ટ ટીવી અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સંજયભાઇ રંગાણી, જયેશભાઇ બોઘરા,ગઢકાના સરપંચ કેયુરભાઇ ઢોલરીયા, કાગદડીના સરપંચ દેવાભાઇ કોરડીયા, રાણપુર (નવાગામ)ના સરપંચ સોનલબેન પ્રવિણભાઇ કાકડીયા, સોખડાના સરપંચ શોભનાબેન વિજયભાઇ રાઠોડ, મહિકાના સરપંચ બાબુભાઇ મોલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(12:55 pm IST)