Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સૌરાષ્ટ્રના લોકલાડીલા વૈદ્યરાજ ડો. જયેશ પરમારની ગુજરાત આયુષના ડાયરેકટરપદે નિમણુંકઃ અભિનંદનવર્ષા

નાડીનિદાન અને આયુર્વેદ પંચકર્મ સારવાર થકી સચોટ પરિણામો આપ્યા છેઃ કોરોના કાળમાં ઘરગુથ્થુ ઉપાયો દ્વારા રોગપ્રતિકારક શકિત વધારવા અંગે લોકોને જાગૃતિ કરેલા

રાજકોટઃ તા.૨૦, શહેરના સુપ્રસિધ્ધ ઍવા વૈદ્યરાજ શ્રી ડો. જયેશ પરમારની ગુજરાત આયુષના ડાયરેકટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ- સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં  ખ્યાતી પ્રા વૈદ્યરાજ ડો. જયેશ પરમાર કે જે ઍ ૨૦૦૩માં રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલ કરણપરા ખાતે જીપીઍસસી દ્વારા નિમણુંક પામ્યા બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પોતાના સચોટ નાડી નિદાન અને આયુર્વેદ પંચકર્મ સારવાર દ્વારા સચોટ પરિણામો આપ્યા છે. ખુબ જ ભયંકર અસાધ્ય વ્યાપીઍ જેમ કે કેન્સર, પેટની બિમારી, પક્ષઘાત  વિવિધ આંખના, વિવિધ કરોડરજજુ ના રોગો જેવા કે સાયટીકા વગેરે તથા બાળકો અને સ્ત્રીરોગ રોગોના સચોટ નિદાન તથા સારવાર કરીને ખુબ જ ચાહના મેળવેલ સમયાંતરે ફેલાતા રોગો જેવા કે ચીકનગુનિયા, ડેગ્યુ, સ્વાઇનફલુ તથા કોરોના જેવી મહામારીમાં ઉકાળા વિતરણ જેવી બાબતથી લઇને સ્વૈચ્છીક સંસ્થાઅો તથા શહેર શ્રેષ્ઠીઅોનો સહકાર લઇને ઉત્તમ કામગીરી બજાવેલ છે. આ નિમણુંક પહેલા વિભાગીય નિયામક તરીકે તેમણે સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાઅો સરકાર દ્વારા થતી કામગીરી ખુબ જ સુપેરેની નિભાવી છે.

‘પાણી પહેલા પાળ બાંધવી’ ઍ કહેવતને સાર્થક કરાવતી વૈદ્યરાજ જયેશ પરમારે વિવિધ રોગોમાં અને ખાસ કરીને કોરોના માં  કઇ રીતે ઘરગુથ્થુ ઉપાયો દ્વારા રોગપ્રતિકારક શકિત વધારી શકાય તે બાબતે લોકોને જાગૃત કરવા તથા આયુર્વેદ અપનાવવા સતત ટીવી પ્રોગામો, લેખો, વકતવ્ય આપવા જેવી ઉત્તમ પ્રવૃતિ છે. સૌરાષ્ટ્રના લોકો વૈદ્યરાજ જયેશ પરમારને કોઇપણ સ્વાસ્થયની તકલીફની સારવાર બાબતે આત્મીયતાથી જાવે છે.

આયુર્વેદ દવાખાનુ હોય અને વહેલી સવારે ૬ વાગ્યામાં લાઇનો લાગવી ઍવી કલ્પના ન કરી શકાય ત્યારે વૈદ્યરાજ પરમાર બાબતે આ વાસ્તવીકતા છે અને તેઅોની દર્દી સાથેની આત્મીયતા ઍકક અલગ છાપ ઉપસાવે છે. ખરેખર દર્દીને નારાયણના સ્વરૂપમાં જાઇને ખુબ જ પ્રામાણીકતા પૂર્વક સેîકડો લોકોની સારવાર કરી છે. 

 વિવિધ રોગોમાં દર્દીઅોના પરીણામો વૈદ્યરાજ જયેશ પરમારે આપ્યા છે. તેનુ લીસ્ટ તો ઘણુ લાંબુ છે. પરંતુ આ બાબતે તેનું માનવતાવાદી વલણ હૃદયસ્પર્શી છે. દર્દીઅોની સારવાર સાથે સાથે રાજકોટને ઍક સર્વોતમ આયુર્વેદ હોસ્પિટલ આપવાનું  કાર્ય સરકારના માર્ગદર્શન તળે વૈદ્યરાજ પરમારે કયુ* છે. જે પેઢીઅો સુધી લોકો યાદ કરશે.

આ હોસ્પિટલમાં પંચકર્મ સારવાર ઉપલબ્ધ છે જેનુ લોકાપર્ણ ૨૦૧૪માં ગુજરાત રાજયના પ્રથમ મહિલા મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવેલ. શ્રીમતી આનંદીબેન પટેલે વૈદ્યરાજ પરમાર અને તેના ધર્મપત્નિ વૈદ્ય ચૈતાલી પરમારની સેવાઅોને ઍક ઉતમ સેવાકાર્ય કરનાર ઍવા તબીબ દંપતિનો ઉલ્લેખ કરી બહુમાન કરેલ. આ હોસ્પિટલમાં નિર્માણમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કર્ણાટકના તત્કાલીન રાજયપાલ શ્રી વજુભાઇ વાળા તથા ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ અને ડો. વલ્લભભાઇ કથીરીયાનો સારો ઍવો આ હોસ્પિટલની પ્રસિધ્ધીમાં વૈદ્યરાજ પરમારે રાજકોટની વિવિધ સ્કુલો તથા વિવિધ ટ્રસ્ટો અને સરસ્વતી શિષુ મંદીર વગેરેના સહઆયોજનથી અને ૨૦૦૩-૨૦૦૪ (વૈદ્યરાજ પરમાર નિમણુંક પામ્યા ત્યારથી)માં આયુર્વેદ નિદાન કેમ્પો વનઔષધી પ્રદશનો, ઘરઆંગણાના ઔષધો, પંચકર્મ સારવારની માહિતીઅો દ્વારા ખુબ જ સુંદર આયુર્વેદ જાગૃતિના કાર્યક્રમો તે સમયે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાના સહયોગથી કરવામાં આાવેલ.

આયુર્વેદ પ્રચાર-પ્રસાર ક્ષેત્રે વૈદ્યરાજ પરમાર ઍક અલગ કુનેહ ધરાવે છે. તેમજ તેમના દ્વારા લખાતા લેખો અને ટીવી ચેનલો  દ્વારા પ્રસારીત થતાં કાર્યક્રમો લોકોને લોકભોગ ભાષામાં વર્ણવે છે. જેથી લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. અત્રે ઍ બાબત પણ ઉલ્લેખનીય છે કે વિવિધ વર્તમાન પત્રો, સાંધ્ય દૈનિકો તથા ટીવી ચેનલો દ્વારા આયુર્વેદના પ્રચાર-પ્રસાર માટેની પ્રવૃતિમાં ખુબજ માહિતી આપવામાંં આવતુ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે. (૪૦.૪)

   ડો. જયેશ પરમાર

મો.૯૯૭૮૯ ૮૫૯૮૫

(11:24 am IST)