Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

સત્યમ્ પાર્કના કૃણાલ ગોવાણીને તું મારી પત્નિને ફોન કેમ કરે છે? કહી ધોકાવાળી

રાજકોટઃ સત્યમ્ પર્ક-૨ બ્લોક નં. ૧૨/૧૭માં રહેતાં કૃણાલ ઉપેનભાઇગોવાણી (ઉ.વ.૩૦)ને સોરઠીયા વાડી સર્કલથી નાગરિક બેંક પાસે હતો ત્યારે જીતેન ગીરીશભાઇ પંડ્યા, રૂષી મુંધવા અને જીજ્ઞેશ બગથરીયાએ આવી ગાળો દઇ લોખંડના પાઇપ અને ધકાથી માર મારી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કૃણાલના કહેવા મુજબ જીતેને 'તું મારી પત્નિને કેમ ફોન કરે છે?' તેમ કહી ઝઘડો કરી બીજા બે જણા સાથે મળી હુમલો કર્યો હતો. ઝપાઝપીમાં પોતાના ખિસ્સામાંથી દસ હજાર રૂપિયાપણ ખોવાઇ ગયા હતાં. હેડકોન્સ. જયેશભાઇ જાટીયા વધુ તપાસ કરે છે.

કોઠારીયા રોડ જયનગરમાંથી એમપીની સગીરા ગૂમઃ અપહરણનો ગુનો નોંધાયો

રાજકોટઃ કોઠારીયા રોડ પર જયનગર પાસે મફતીયાપરામાં રહેતાં મુળ મધ્યપ્રદેશ જાંબુવાના કાલદેવી તાબેના સેમલખેડી ગામે રહેતાં જુમાબેન નાનસિંહ ડામોરની સગીર વયની ૧૭ વર્ષની દિકરી ૧/૯ના રોજ ગુમ થતાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં પીઆઇ વી. જે. ચાવડાએ આઇપીસી ૩૬૩ મુજબ અજાણ્યા શખ્સ સામે સગીરાનું અપહરણ કરી જવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:48 am IST)