Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ધંધાકીય હરીફાઇ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી કૌટુંબીક ભાણેજ મહંમદ બશીરે મિત્રો સાથે મળી હત્યા કરી'તી

વીરડા વાજડીમાં મોહંમદ જશીમ શાહની હત્યા કરવા માટે કૌટુંબીક ભાણેજે મિત્રો સાથે મળી કાવત્રુ ઘડયું'તું : ક્રાઇમ બ્રાંચના પ્રતાપસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા અને નગીનભાઇ ડાંગરની બાતમીઃ મહંમદ બશીર શાહ, સલીમશા શાહમદાર, વિશાલ બાવળીયા અને શબ્બીરશા શાહમદારની ધરપકડ : કૌટુંબીક મામા મહંમદ બશીરે આઠ દિવસ પહેલા મિત્ર સલીમશા શાહમદારને ભાણેજ મોહંમદ જશીમની હત્યા કરવાનું કાવત્રુ ઘડી તે પેટે રૂ. ૪૦ હજાર આપવાનું નકકી કર્યુ હતું

રાજકોટ, તા., ૧૯: કાલાવડ રોડ પરના વીરડા વાજડી ગામમાં આઇઓસી પેટ્રોલ પંપ સામેના વિસ્તારમાં રહેતા અને ઘરમાંથી જ પંચર સાંધવાનું કામ કરતા મૂળ બિહારના મોહંમદ જશીમ મોહંમદ અલાઉદીનશા (ઉ.વ.૩પ)ની થયેલી હત્યામાં ક્રાઇમ બ્રાંચની ટીમે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ભોગ બનનારના કૌટુંબીક ભાણેજ અને તેના ત્રણ મિત્રોને પકડી લીધા હતા. ભોગ બનનાર કૌટુંબીક મામા સાથે ધંધા બાબતે તકરાર ચાલતી હોવાથી તેનો ખાર રાખી કૌટુંબીક ભાણેજે મિત્રો સાથે મળી હત્યા કર્યાનું બહાર આવ્યું છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ વીરડા વાજડી ગામ પાસે આઇસોસી પેટ્રોલ પંપની બાજુમાં રહેતા મોહંમદ જશીમ મોહંમદ અલાઉદીનભાઇ શા (ઉ.વ.૩પ) ની ગઇકાલે તેના ઘર પાસે હત્યા કરાયેલી લાશ મળી હતી. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનારના મોટાભાઇ મોહંમદ નસીમ મોહંમદ અલાઉદીનભાઇ શાની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ૩૦રની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ આર.એસ.ઠાકર, રાઇટર લક્ષ્મણભાઇ તથા ગીરીરાજસિંહ જાડેજા તથા પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા સહીતના સ્ટાફે તપાસ આદરી હતી.

દરમ્યાન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રા઼ચના એસીપી ડી.બી. બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રા઼ચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ.ધાખડા,એમ.વી.રબારી, યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ.બી.જાડેજા, એએસઆઇ જયુભા પરમાર, હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા તથા મહિલા કોન્સ તોરલબેન જોષી તથા યુનિવર્સિટી પોલીસ મથકના ડી સ્ટાફની ટીમે પેટો્રલીંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પ્રતાપસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા અને નગીનભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારેમેટોડા જીઆઇડીસી પાસેથી મૃતકના કોૈટુંબીક ભાણેજ મહંમદ બશીર આલમશા ઉર્ફે ઇર્શાદ ઉર્ફે રાજુ કયુમશા શાહ (ઉ.વ.રપ) (રહે. હાલ કાલાવડ રોડ મેટોડા જીઆઇડીસી મૂળ ગોસરાઇ ગામ, બીહાર), સલીમશા અબ્દુલશા શાહમદાર (ઉ.વ.રપ) (રહે. નીકાવા મેઇન બજાર તા.કાલાવડ) વિશાલ ગીરધરભાઇ બાવળીયા (ઉ.વ.૧૯) રહે. હાલ ગોંડલ સામા કાંઠે મોવૈયા રોડ મુળ નીકાવા બસ સ્ટેન્ડ) અને શબ્બીરશા ઉર્ફે રૂસીમ હબીબશા શાહમદાર (ઉ.વ.૧૯) (રહે. ગોંડલ સાંમાકાંઠે મૂળ નીકાવા તા. કાલાવડ)ને પકડી લીધા હતા.

પોલીસે ચારેયની પુછપરછ કરતા ભોગ બનનાર મોહંમદ જશીમ અને તેના કૌટુંબીક ભાણેજ મહંમદ બશીર આલમશા ઉર્ફે ઇર્શાદને ધંધા બાબતે બોલાચાલી થઇ હતી. તે બાબતનો ખાર રાખી મહંમદ બશીર આલમશાહ સાથે ભાણેજની હત્યા કરવાનું કાવતરૂ ઘડી તે પેટે તેને રૂ. ૪૦ હજાર આપવાનું નક્કી કર્યા બાદ ચારેય શખ્સોએ હત્યા કર્યાની કબુલાત આપી હતી.

(4:32 pm IST)