Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

બોર્ડ ઓફ હાયર સેકન્‍ડરી એજ્‍યુકેશન દિલ્‍હીના નામે માન્‍યતા ન હોવા છતાં

૫૭ સ્‍કૂલોને બોગસ જોડાણ આપવાના કોૈભાંડમાં જે તે રાજ્‍ય સરકારને રાજકોટ ક્રાઇમ બ્રાંચ જાણ કરશે

રાજકોટઃ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર ડિપ્‍લોમા ડિગ્રી સર્ટીફિકેટ ૧૫ હજારમાં વેંચતા ઝડપી લેવાયેલા જયંતિલાલ સુદાણીના પ્રકરણની તપાસ દરમિયાન બોર્ડ ઓફ હાયર સેકન્‍ડરી એજ્‍યુકેશન દિલ્‍હીના નામે કોઇપણ સરકારી માન્‍યતા ધરાવતાં ન હોવા છતાં ૫૭ જેટલી સ્‍કૂલોને જોડાણ આપ્‍યાનું શહેર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલ્‍યું હતું. આ પ્રકરણમાં દિલ્‍હીના તનુજા સિંઘ, ખાંભા અમરેલીના ચેતન જોષી સહિતના પાંચની ધરપકડ કરવામાં આવી હતી. આ કોૈભાંડની તપાસ દરમિયાન થોકબંધ બોગસ સાહિત્‍ય અને સિક્કાઓ કબ્‍જે કરાયા હતાં. જે ૫૭ સ્‍કૂલોને જોડાણ આપ્‍યાનું બહાર આવ્‍યું છે તે સ્‍કૂલો હાલમાં ચાલુ છે કે કેમ? અને જો ચાલુ હોય તો જે તે રાજ્‍યની સરકારને આ અંગે પગલા લેવા જાણ કરવામાં આવશે. આ મામલે સાંજે ક્રાઇમ બ્રાંચમાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ અને ટીમ વિશેષ વિગતો જાહેર કરશે. પીઆઇ વાય. બી. જાડેજા અને જે. વી. ધોળા વધુ તપાસ કરે છે.

 

(4:21 pm IST)