Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કુંભારવાડાની દીવાલ પડુ પડુ હાલતમાં

 કુંભારવાડા શેરી નં. ૧૪, વોર્ડ નં. ૧૪ માં પોલીસ લાઇનની દિવાલ ઘણા સમયથી પડુ પડુ હાલતમાં છે. અમુક ભાગ તો તુટી પણ ગયો છે. ત્‍યારે હળવદ જેવી ઘટના બને તે પહેલા આ દિવાલનો પ્રશ્‍ન ઉકેલવા તેમજ આ વિસ્‍તારમાં થતી પાણી ચોરી અટકાવવા તંત્રવાહકો પગલા ભરે તેવી માંગણી જિલલા પેન્‍શનર અને સીનીયર સીટીજન સમાજના પ્રમુખ એમ. એ. પંજા (મો.૮૪૦૧૯ ૩૦૫૧૪) એ ઉઠાવી છે.

 

(4:42 pm IST)