Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

રૂખડીયાપરામાંથી ખુશાલ અને વિમલ ચોરાઉ બાઇક સાથે પકડાયા

સંતકબીર રોડ પરથી સંજય ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

રાજકોટ,તા. ૨૦ : શહેરના રૂખડીયાપરા સ્‍મશાનગૃહ સામે રોડ પરથી પ્રનગર પોલીસે બાતમીના આધારે બે શખ્‍સોને ચોરાઉ બાઇક સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૂખડીયાપરામાં બે શખ્‍સો નંબર વગરનું બાઇક લઇને નીકળ્‍યા હોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. કલ્‍પેશભાઇ ચાવડા અને કોન્‍સ. હરેશભાઇને બાતમી મળતા રૂખડીયાપરા સ્‍મશાન પાસેથી ડબલ સવારી નંબર વગરના બાઇક પર નીકળેલા બે શખ્‍સોને શંકાના આધારે રોકી લાયસન્‍સ એન બાઇકના કાગળો માંગતા બંને શખ્‍સો ગલ્લા તલ્લા કરવા લાગ્‍યા હતા બાદ પોલીસે બંનેના નામ પુછતા બંનેએ પોતાના નામ ખુશાલ રમેશભાઇ ગોસ્‍વામી, (ઉવ.૨૮) (રહે. મેઘપર બોરીચાગાર તા. અંજાર કચ્‍છ) અને વિમલ સતીષભાઇ અગ્રવાત (ઉવ.૨૦) (રહે.નાણાવટી ચોક આર.અમે.સી. કવાર્ટર બ્‍લોક નં. ૨ કવાર્ટર નં. ૧૬૦ ) આપ્‍યા હતા. બાદ બંનેની પુછપરછ કરતા આ બાઇક પંદર દિવસ પહેલા લક્ષ્મીનગર મેઇન રોડ પરથી બાઇક ચોરી કર્યાની કબુલાત આપતા બંનેની ધરપકડ કરી હતી આ કામગીરી પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. કલ્‍પેશભાઇ તથા કોન્‍સ. હરેશભાઇ દ્વારા કરવામાં આવી હતી. જ્‍યારે બીજા બનાવમાં બી ડીવીઝન પોલીસ મથકના કોન્‍સ. નિલેષભાઇ વાવેચા તથા કોન્‍સ. મિતેષભાઇ આડેસરાને બાતમી મળતા સંતકબીર રોડ ઠાકરધણી હોટલ સામેથી ચોરાઉ બાઇક સાથે સંજય મનસુખભાઇ જોષી (ઉવ.૪૦) (રહે. શકિત સોસાયટી શેરી નં. ૨ પંચશીલ સ્‍કુલવાળી શેરી) ને પકડી લીધો હતો. સંજય અગાઉ ઘરફોડ અને વાહન ચોરીના સાત ગુનામાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.એમ.જાડેજા, એ.એસ.આઇ એસ.એમ.માડમ, હેડ કોન્‍સ. કેતનભાઇ નિકોલા, એમ.સી.મકવાણા, પી.ડી.ખાંભરા, એમ.એમ. મલેક, મિતેશભાઇ ઓડસરા, વિશ્વજીતસિંહ ઝાલા, હેમેન્‍દ્રભાઇ વાઘીયા, મહેશભાઇ ખાંભલીયા અને નિલેષભાઇ વાવેચા દ્વારા કરવામાં આવી હતી.

(4:14 pm IST)