Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

અકસ્‍માત વળતરના કેસમાં ૩૨ લાખનું વળતરનું હુકમનામુ કરી આપતી કોર્ટ

રાજકોટ, તા.૨૦: અકસ્‍માત વળતરનો બત્રીસ લાખનો એવોર્ડ કોર્ટઃ ફરમાવીને વળતરનું હુકમનામું ફરમાવેલ હતું.

અત્રે મે.મગાટેક પ્રા.લી. કંપનીમાં નોકરી કરતા ગુ.અલારખા બાઉદીનનું મોટર વાહન અકસ્‍માતમાં મરણ થયેલ તે સબબ ગુજરનારના વારસોએ વળતર કેસ દાખલ કરેલ જે કામમાં વિમા કંપનીએ એવી તકરાર લીધેલ કે, ગુજરનારને ૬૦મું વર્ષ ચાલતુ હતું. પાંચ માસ પછી નિવૃત થતા હતા, તેથી ફયુર પ્રોસપેકટ તથા પુરેપુરી આવક ધ્‍યાને રાખી ૯ વર્ષનો મલ્‍ટીપ્‍લાયર મળવાપાત્ર નથી વળી ગુજરનારની પણ મહદઅંશે બેદરકારીથી ચલાવી મોટરકાર સાથે ભટકાયેલ તેથી ગુજરનારની પણ મહદઅંશે બેદરકારી હતી, તેમજ હાલ બેન્‍ક વ્‍યાજદરો પાંચ થી સાડા પાંચ ટકા જ હોઇ, વળતરની રકમ પર તે પ્રમાણે જ વ્‍યાજ મળે જે તમામ દલીલો વિમા કાું.ની મોટર એકસીડેન્‍ટ જજ શ્રી ડી.કે.દવેએ ફગાવી લીેધલ અને અરજદારના વકીલ શ્રી ઉદયકુમાર એચ.દવેની લેખીત મોખીક દલીલો તથા રજૂ કરેલ સુપ્રિમ કોર્ટ - હાઇકોર્ટના ચુકાદા ધ્‍યાને લઇ ૯% વ્‍યાજ સહીત કુલ વળતરની રકમ રૂા.બત્રીસ લાખનું હુકમનામું ફરમાવેલ છે. અરજદારો વતી સીનીયર વકીલ શ્રી ઉદયકુમાર એચ.દવે રોકાયેલા હતા.

(4:11 pm IST)