Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ન્‍યારીની મેઇન લાઇનમાં ૩ ભંગાણ : યુધ્‍ધના ધોરણે રિપેરીંગ : પાણી વિતરણ રાબેતા મુજબ

રાજકોટ : બળબળતા તાપમાં ન્‍યારી ડેમની મેઇન પાઇપ લાઇનમાં ફરીવાર ત્રણ-ત્રણ જગ્‍યાએ લીકેજ થતા મનપા તંત્ર દોડતુ થયુ હતું. સમી સાંજે થયેલ લીકેજનું રીપેરીંગ મોડી રાત્રી સુધી ચાલ્‍યુ હતું. જો કે આ વખતે પીવાના પાણીના વિતરણમાં કોઇ મુશ્‍કેલી આવી ન હતી. મનપાની સત્તાવાર યાદી મુજબ ગઇ કાલે ન્‍યારી -૧ ડેમ રૈયાધાર જતી ૯૦૦ એમએમ ડાયામીટરની એકપ્રેસ ફીડર મેઇન લાઇનમાં ત્રણ જગ્‍યાએ લીકેજની જાણ થતા યુધ્‍ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્‍યુ હતું. અને મોડી રાત્રે કામ પૂર્ણ કરી રાબેતા મુજબ પાણી પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્‍યો હતો.

(4:10 pm IST)