Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

તા.૨૨મીએ ટી.એન.રાવ કોલેજ દ્વારા ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન વેબિનાર

ધોરણ ૧૨ પછી કારકિર્દીની ઉજ્જવળ તકો..!!

રાજકોટ તા.૨૦: ધોરણ ૧૨ પછી કારકિર્દીની  દિશા નક્કી કરવી આવશ્યક છે. આ સમયે યોગ્ય માર્ગદર્શન ન મળે તો જીવનની દશા અને દિશા બંને બદલાઇ જાય છે. તરૃણાવસ્થાના તરવરાટમાં વિદ્યાર્થીનો કારકિર્દી અન્વયે સમજપૂર્વકનો  નિર્ણય આવશ્યક છે. તેઓના આ નિર્ણયમાં  મદદરૃપ થવા ટી.એન.રાવ કોલેજ, રાજકોટ લઇને આવી રહી છે રરમી મે ૨૦૨૨ના સવારે ૧૦.૦૦ વાગ્યે કારકિર્દી માર્ગદર્શન વેબિનાર.

વર્તમાન સમયની માંગને આધારે અભ્યાસક્રમની અનેક નવીન તકો વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઇ રહી છે, ત્યારે તેમના પોતાના રસ અને આવડતની સાથે સાથે આર્થિક રીતે પોતે પગભર થઇ શકે તેવા માર્ગની વિદ્યાર્થીઓને આવશ્કયતા હોય છે. તેઓની આ જરૃરિયાતને સંતોષવા માટે જ આ વેબિનારનું આયોજન કરવામાં આવેલુ છે. જ્યાં વિદ્યાર્થીઓને તેમની ઇચ્છા અનુસારનું ભાવિ ઘડવા અનુભવી  શિક્ષકો દિશાદર્શન પુરૃં પાડશે.

અધ્યાપન ક્ષેત્રે દસ વર્ષથી વધારે વર્ષનો અનુભવ ધરાવતા કુશળ અને સફળ શિક્ષકો વર્તમાનની માંગ અને ભવિષ્યની તકોને પહોંચી વળવા શું જરૃરી છે ? તેની જાણકારી ધરાવે છે. જેઓ વેબિનારમાં વિદ્યાર્થીઓના રસ અને કોૈશલ્યો અનુસાર ઉપલબ્ધ કારકિર્દીના તમામ પાસાઓ પર માર્ગદર્શન આપશે.વેબિનાર ફેસબુક અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યોજાશે, તેથી વિદ્યાર્થીઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેમાં જોડાઇ શકશે. વિદ્યાર્થીઓ તેમના માટે ઉપલબ્ધ અભ્યાસક્રમ તેમજ ભવિષ્યની તકો અંગેના પ્રશ્ન પૂછી શકશે. વિદ્યાર્થીઓ ટી.એન.રાવ કોલેજની વેબસાઇટ ઉપર વેબિનાર માટે રજીસ્ટર કરાવી શકે છે. તેમ એક યાદીમાં જણાવ્યું છે.

(4:08 pm IST)