Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

રાઈફલ શૂટીંગમાં નંદન વિઠ્ઠલાણીને સિલ્વર

ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ મીટમાં રનર્સઅપઃ શૂટર નંદન સ્વાતંત્રસેનાની સ્વ.મનુભાઈ વિઠ્ઠલાણીના પૌત્ર છે

રાજકોટઃ નેશનલ રાઈફલ શૂટર શ્રી નંદન વિઠ્ઠલાણી નેશનલ તથા સ્ટેટ લેવલની રાઈફલ શૂટિંગમાં એવોર્ડ/સર્ટિફિકેટ મેળવ્યા છે. ગુજરાત સ્ટેટ રાઈફલ એશોસીએશન દ્વારા કે.જી.પ્રભુ મેમોરિયલ એર શૂટિંગ ચેમ્પિયનશિપ માર્ચ ૨૦૨૨માં રમાયેલ. જેમાં બીજો રેન્ક લઈને સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને રાજકોટનું ગૌરવ વધારેલ છે. મારવાડી કોલેજમાં બીસીએ અભ્યાસ કરતાં નંદન વિઠ્ઠલાણી ગોપાલ વિઠ્ઠલાણીના લઘુબંધુ થાય છે અને નંદગોપાલ ભારતગેસ એજન્સીના માલિક અશ્વિનભાઈ વિઠ્ઠલાણીના પુત્ર તથા સ્વાતંત્ર્ય સેનાની સ્વ.મનુભાઈ વિઠ્ઠલાણીના પૌત્ર થાય છે.

માનવ રચના ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ રિસર્ચ એન્ડ સ્ટડીઝ દ્વારા ''ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપ ૨૦૨૧-૨૨''ની તાજેતરમાં એપ્રિલ ૨૦૨૨માં દિલ્હી/ ફરીદાબાદ રમવા ગયેલ ત્યારે નંદન વિઠ્ઠલાણી તથા તેમના પિતાશ્રી અશ્વિનભાઈ અને માતાશ્રી કિરણબેન સાથે ''દ્રોણાચાર્ય એવોર્ડ'' ડિરેકટર ઓફ સ્પોર્ટસ શ્રી સરકાર તલવારજી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 'શ્રી સરકાર તલવારજી' એક સારા ક્રિકેટર હતા અને લીજેન્ડ ક્રિકેટર શ્રી કપિલદેવના કોચ રહી ચૂકયા છે તેમજ ગુરૃશ્રી સરકાર તલવારજીના ખાસ આગ્રહથી કપિલદેવ માનવ રચના ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટના બ્રાન્ડ એમ્બેેડર તરીકે કાર્યરત છે.

મિનીસ્ટ્રી ઓફ  યૂથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ- ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વાઈસ ચાન્સેલર રહેલા ગિરીશ ભિમાણી તથા સ્પોર્ટસ ડિરેકટરશ્રી જતિન સોની તથા શ્રી પાંડે અને શૂટિંગ કોચ શ્રી નિમેશ ભાલોડીયા દ્વારા ગૌરવાંહીત ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટસ મીટ ૨૦૨૨નો ફર્સ્ટ રનર- અપ રાઈફલ શૂટિંગનો એવોર્ર્ડ શ્રી નંદન વિઠ્ઠલાણીને આપવામાં આવેલ છે.

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ લેતા નંદન વિઠ્ઠલાણી (મો.૮૪૮૮૦ ૧૧૧૧૮/ મો.૮૮૮૮૮ ૮૪૦૨૮) અને ગોપાલ વિઠ્ઠલાણી નજરે પડે છે.

(4:04 pm IST)