Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કોંગ્રેસનું મહાસંમેલન જૂનમાં રાજકોટમાં યોજાશે: પ્રિયંકા - રાહુલ ગાંધી હાજર રહેશે

આગામી જૂનની ૧૦ થી ૧૫ વચ્ચે (સંભવતઃ ૧૫ જૂને) રાજકોટ ખાતે કોંગ્રેસનું રાજયવ્યાપી મહાસંમેલન મળી રહ્ના છે. મળતી વિગતો મુજબ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ મહાસંમેલનમાં હાજર રહી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર બુંગીયો ફૂંકશે તેમ સમજાય છે. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ ત્રણેક મહિનાથી કયા પક્ષમાં જાડાશે તે અંગે સતત ચર્ચાઓ થતી રહી છે. તેનો પણ આ મહાસંમેલનમાં અંત આવે અને નરેશભાઈ વિધિવત રીતે કોઈ મોટી જાહેરાત સાથે કોંગ્રેસમાં જાડાઈ જાય તેવી ચર્ચાઓ કોંગ્રેસના ટોચના વર્તુળોમાં જારશોરથી થઈ રહી છે. નરેશભાઈની સાથે ૨૦ થી વધુ અલગ અલગ ધાર્મિક સહિતની સંસ્થાઓના વડાઓ પણ કોîગ્રેસનો ખેસ ધારણ કરે તેવી પૂરી શકયતા છે. આ મહાસંમેલનને ભવ્યાતિભવ્ય બનાવા પ્રયાસો થશે.

 

(3:59 pm IST)