Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કું.હેતાંશી કેતન વોરાનું આરંગેત્રમ પ્રદર્શન

 સવાણી હોલ ખાતે કુ.હેતાંશી કેતન વોરાએ તેની ભરતનાટયમની કળાનું આરંગેત્રમ દ્વારા ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કર્યું. સવાણી હોય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિશેષ અતિથિઓ ગિજુભાઇ ભરાડ, ભરતભાઇ યાજ્ઞિક અને રેણુબેન યાજ્ઞિક તથા અન્‍ય ગણ માન્‍ય પ્રેક્ષકો ઉપસ્‍થિત રહેલ. કુ.હેતાંશીએ ફકત સાત વર્ષની ઉંમરથી જ ભરતનાટયમનું શિક્ષણ શરૂ કરેલુ. ત્‍યારબાદ કઠોર સાધનાથી વિશારદની પરીક્ષા ‘એ' ગ્રેડમાં પાસ કરેલ. અમદાવાદની ‘નૃત્‍યભારતી સંસ્‍થા'ના ગુરૂશ્રી ચંદન ઠાકરો અને શ્રીમતી નિરાલી ઠાકરો પાસેથી આરંગત્રમની તાલીમ મેળવી ગુરૂઓની હાજરીમાં જ આરંગેત્રમની અતિ સુંદર પ્રસ્‍તુતિ કરીને પ્રેક્ષકોને દિગ્‍મૂઢ કરી દીધા હતા.

 

(3:25 pm IST)