Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જુદી-જુદી સ્‍કીમમાં નાણાં રોકાવી લાખોની છેતરપીંડી કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીની રીમાન્‍ડ મેળવવાની અરજી રદ

રાજકોટ તા.ર૦: જી.પી.આઇ.ડી.ના ગુનામાં આગોતરા જામીન સાથે રજુ થયેલ આરોપી સહદેવસીંહ જીતુભા ગોહીલને સી.આઇ.ડી. ક્રાઇમના અધીકારીએ રીમાન્‍ડની માંગણી સાથે રજુ કરતા પોલીસની રીમાન્‍ડ અરજી નામંજુર કરવાનો હુકમ કરેલ છે.
ગત તા.૧૮/૨/૨૦ના રોજ કેતનભાઇ જીતેન્‍દ્રભાઇ દવેનાએ રાજકોટ સી.આઇ.ડી. ક્રાઇમમાં ફરીયાદ આપેલ અને ફરીયાદમાં સહદેવસીંહ જીતુભા ગોહેલ, સ્‍વ. ઇન્‍દ્રજીતસીંહ સૃુરપાલસીંહ ગોહીલ, ચીરાગ વસંતભાઇ મહેતા, ચીરાગ ઉર્ફે આકાશભાઇ કનૈયાલાલ ત્રીવેદી અને માયમની સોલ્‍યુશન નામની પેઢી તથા તપાસમાં નીકળે તેની સામે ફરીયાદ આપેલ.
ફરીયાદની ટુંૅક હકીકતમાં જણાવેલ કે, આ કામના આરોપીઓએ અલગ અલગ લોભામણી જાહેરાતો આપી વીકલી, મંથલી, સ્‍કીમોમાં નાણાંનુ રોકાણ કરાવી ફરીયાદીના કુટુંબીજનો સહીતનાઓ પાસેથી રૂા.૬૨,૦૦,૦૦૦/- અંકે રૂપીયા બાંસઠ લાખ પુરા માયમની સોલ્‍યુશન પેઢીમાં રોકાણ કરાવી જેમાં રૂા. ૫૫,૦૦,૦૦૦/ - અંકે રૂપીયા પંચાવન લાખ પુરા તથા ઘણા બધા લોકોના કરોડો રૂપીયા પરત નહી આપી ફરીયાદી તથા સાહેદો સાથે ગુનાહીત છેતરપીડી, વિશ્વાસઘાત કરી ગુનો કર્યા સબંધની ફરીયાદ કરેલ.
ઉપરોકત ફરીયાદના અનુસંધાને સી.આઇ.ડી. ક્રાઇમમાં આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૪૦૯,૧૧૪ તથા ગુજરાત પ્રોટેકશન ઇન્‍ટરેસ્‍ટ ઓફ ડીપોઝીટ એકટની કલમો હેઠળ ગુનો નોંધાયેલ.
ઉપરોકત ગુનાના કામમાં આરોપી સહદેવસીંહ જીતુભા ગોહેલનાઓએ આગોતરા જામીન અરજી કરતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવેલ.
નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ આરોપી સી.આઇ.ડી ક્રાઇમ સામે રજુ થયેલ અને સી.આઇ.ડી. ક્રાઇમના અધીકારીએ આ આગોતરા જામીન ઉપર મુકત કરેલ.સી.આઇ.ડી. ક્રાઇમના અધીકારીએ આરોપીની રીમાન્‍ડની માંગણી કરવાની હોય આરોપીને નોટીસ કરી નામદાર સેશન્‍સ અદાલતમાં હાજર રહેવાની જાણ કરેલ જેથી આરોપી તથા ફરીયાદપક્ષ દ્વારા રીમાન્‍ડ અરજીની સુનવણી થયેલ.
બચાવપક્ષે એવી રજુઆત કરવામાં આવેલ કે, આરોપી આગોતરા જામીન ઉપર મુકત કર્યા બાદ જ્‍યારે જ્‍યારે પોલીસે બોલાવેલ છે ત્‍યારે ત્‍યારે હાજર રહેલ છે અને સહકાર આપેલ છે. ઉચ્‍ચ અદાલત દ્વારા પ્રતીપાદીત કરેલ સીધ્‍ધાંત મુજબ જ્‍યારે આરોપી આગોતરા જામીન પર હોય અને પોલીસને તપાસમાં સાથ સહકર આપલ હોય તવું રેકર્ડ ઉપર હોય ત્‍યારે આરોપીને પોલીસ કસ્‍ટડીમાં સોંપી  શકાય નહીં.
ઉપરોકત દલીલો તેમજ નામદાર ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓને ધ્‍યાનમાં લઇ જી.પી.આઇ.ડી.ના સ્‍પે. જજશ્રીએ પોલીસની રીમાન્‍ડની અરજી નામંજુર કરેલ છે.
ઉપરોકત કામમાં આરોપી સહદેવસીંહ જીતુભા ગોહેલ વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ.શાહ, કમલેશભાઇ શાહ,  જજ્ઞેશભાઇ શાહ, સુરેશભાઇ દોશી, અશ્વિનભાઇ ગોસાઇ, નાશીરભાઇ હાલા, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, જીતેન્‍દ્રભાઇ ધુળકોટીયા, વીજયભાઇ પટગીર, હર્ષીલભાઇ શામ, રાજેન્‍દ્રભાઇ જોશી, જીગરભાઇ સંઘવી રોકાયેલા હતા.

 

(3:20 pm IST)