Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ગોંડલ રોડ ચોકડી પાસે ૩૦૦ લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે માલીયાસણનો લાલજી પકડાયો

ક્રાઇમબ્રાંચના પીએસઆઇ એન.ડી.ડામોરની ટીમનો દરોડોઃ ચોટીલાના દનકુ કાઠીની શોધખોળ

રાજકોટ તા.ર૦ : ગોંડલ રોડ ચોકડી નજીક સાંઢીયાપુલ પાસેથી ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે ૩૦૦  લીટરશ દેશી દારૂ ભરેલી કાર સાથે માલીયસાણના શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ ચોકડી પાસેથી દેશી દારૂનો જથ્‍થો ભરેલી કાર પસાર થવાની હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. સી.એમ.ચાવડા તથા હેડ કોન્‍સ. ઉમેદભાઇ ગઢવીને બાતમી મળતા ગોંડલ રોડ ચોકડી સાંઢીયા પુલ પાસેથી પસાર થતી નજીક  જીજે૩ ઇઆર ૭૯ ૪૪ નંબરની શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂા.૬૦૦૦ની કિંમતનો દેશી દારૂનો જથ્‍થો મળી આવતા ચાલક લાલજી ઉર્ફે લાલો પાંચાભાઇ ગોવાણી (ઉ.વ.ર૯) (રહે માલીયાસણ રામાપીરના મંદિર પાસે)ને પકડી લઇ દેશી દારૂનો જથ્‍થો તથા કાર મળી રૂા.૧,૬૬,૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા દેશી દારૂ ચોટીલાના દનકુ કાઠી પાસેથી લઇ આવ્‍યો  હોવાની કબુલાત આપતા પોલીસે દનકુ કાઠીની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ જે.વી.ધોળા તથા વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર એએસઆઇ આઇ.સી.એમ.ચાવડા, હેડ કોન્‍સ. ઉમેદભાઇ તથા પ્રદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:47 pm IST)