Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વાલ્મીકીવાડીમાં મીનાબેન મકવાણાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

સાસુ-સસરાના ઘરે રોકાવા પ્રશ્ને પતિ સાથે ઝઘડો થતા પગલુ ભર્યું

રાજકોટ,તા. ૨૦: જામનગર રોડ વાલ્મીકી વાડીમાં સાસુ-સસરાના ઘરે રોકાવા પ્રશ્ને પતિ સાથે ઝઘડો થતા લાગ આવતા પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ વાલ્મીકીવાડીમાં રહેતા મીનાબેન ચેતનભાઇ મકવાણા (ઉવ.૨૫) રાત્રે ઘર નજીક રહેતા સાસુ-સસરાના ઘરે હતા. ત્યારે પતિએ પોતાના ઘરે આવવાનું કહેતા મીનાબેને ના પાડતા બંને વચ્ચે ઝઘડો થતા લાગી આવતા મીનાબેને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ. વીમલેશભાઇ તથા રાઇટર ગૌતમભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:14 pm IST)