Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રાજકોટની કોટક મહિન્દ્રા બેન્ક સાથે 17,75 કરોડની ઠગાઈમાં ભાલારા પેઢીના બે ડિરેક્ટરની ધરપકડ

રાજકોટ :યાજ્ઞિક રોડ જિલ્લા પંચાયત પાસે આવેલ કોટક મહિન્દ્રા બેન્કમાંથી 2103ની સાલમાં ગોંડલના બંધીયા ગામના બિપીનચંદ્ર ચંદુલાલ રાણપરીયા અને ગોંડલના જીતેન્દ્ર પોપટલાલ ભાલારાએ ધંધા માટે 19.25 કરોડ ની લોન લીધી હતી બંને મેસર્સ ભાલારા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે લોન લીધા બાદ બંનેએ દોઢ કરોડની રકમ ભરપાઈ કરી હતી  બાકીની 17.75 કરોડની રકમ નહીં ભરી ધંધો બંધ કરીને બેન્ક સાથે ઠગાઈ કર્યાનો ગુન્હો ડિવિઝનમાં નોંધાયો છે તે અંતગર્ત પી આઈ વી એમ યાદવ ,રામગરભાઈ,રણજીતસિંહ વિજયસિંહ, હાર્દિકસિંહ દીપકભાઈએ હાલ રાજકોટ ઇન્દ્રપ્રસ્થ નગરમાં અક્ષરમાર્ગમાં રહેતા હિતેન્દ્ર પોપટભાઈ ભાલારા (પટેલ) ( ,, 40 )તથા ગોંડલમાં શાંતિનગરમાં રહેતા બિપિન ચંદ્ર ચણાદુલાલ રાણપરીયા (પટેલ) (,, 35 )ની ધરપકડ કરી છે અંગે બેન્કના મેનેજર અમદાવાદ રહેતા લવલેશ શિવકુમાર ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી હતી

(10:07 pm IST)