Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ગેરકાયદે બાંધકામના લાખોની રકમ માંગ્યાનો રાજકોટના ભાજપ ધારાસભ્ય સામે પોકાર : લગ્ન મંડપેથી વરવધુ સહિતની જાન પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી : ભારે ખળભળાટ

રાજકોટ : ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ મકાન પાડી નાખવાની ધમકી આપતા વરરાજા સહિતની જાન કોર્પોરેશન કચેરીએ અને ત્યાંથી પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચી : રૂ. ૫ લાખ માંગ્યાનો આક્ષેપ : દરમિયાન એક મહિનાથી કોર્પો.માં શરૃ થયેલ નોટીસો અંગે ૧૦ લાખ માગવામાં આવ્યાનો ગંભીર આક્ષેપ મુકેશભાઈ માવજીભાઈ કાકડીયાએ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, મહેશભાઈ હંસરાજભાઈ રૈયાણી, દિનેશભાઈ ધરમશીભાઈ ચીરાડીયા સામે પોલીસ કમિશ્નર કચેરીએ વિરૃદ્ધ અરજી આપી છે : લગ્ન સહિત જાન અને કન્યા ૫ વાગ્યે પોલીસ કમિશ્નર કચેરીએ આવી પહોંચ્યા છે : ટીવી કેમેરામેનો, અને પત્રકારો સમક્ષ આ પરીવાર પોતાની આપવીતિ વર્ણવી રહ્યો છે : સામાકાંઠાના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ અને તેના સાગરીતોએ મકાન પાડી નાખવા ધમકી આપી રૂ.૫ લાખની માંગણી કર્યાના આક્ષેપ સાથેની રજૂઆત સાથે વરરાજા સહિતની  જાન કોર્પોરેશન કચેરીએ ધસી ગઈ હતી. બનાવની વિગત મુજબ કુવાડવા રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ માવજીભાઈ કાકડીયાએ મ્યુ. કમિશ્નર તથા પોલીસ કમિશ્નરને કરેલી અરજીમાં જણાવ્યા મુજબ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને તેના સાગરીતોએ ૫ લાખ રૃપિયા કોર્પોરેશનના અધિકારીઓને આપવા પડશે તેવી ધમકી આપી હતી તેના સાગરીત અવાર-નવાર ઘરે આવી અને અપશબ્દ બોલી ધમકીઓ આપે છે. અગાઉ ખોટા કેસ પણ કર્યા છે. આ બાબતે બી ડિવીઝન પોલીસને અરજી પણ કરાઈ છે. આવી અરજી સાથે આજે મુકેશભાઈ વરરાજા સાથેની જાન લઈ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા અને અધિકારીને રજૂઆત કરતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી.

(5:20 pm IST)