Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

મેરેથોનનો થાક ઉતારતી મહાપાલિકાઃ કામગીરી ઠપ્પ જેવી અનેક કર્મચારીઓ - અધિકારીઓ ઘેર હાજર

ત્રણેય ઝોનમાં મેરેથોનના આફટરશોકની અસર

રાજકોટ તા.૧૯: છેલ્લા ૩ મહીનાથી રાજકોટ કોર્પોરેશન દ્વારા ફુલ મેરેથોનનાં આયોજનનો ધમધમાટ ચાલતો હતો. દરરોજ મીટીંગો - આયોજનો માટે અધિકારીઓ- કર્મચારીઓ - પદાધિકારીઓ દિવસ-રાત મહેનત કરતાં હતા. અંતે ગઇકાલે આ ઐતિહાસિક મેરેથોન પૂર્ણ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અને આજે સૌ મેેરથોનનો થાક ઉતારતા હોઇ તેમાં મહાપાલિકાની કચેરીમાં અધિકારીઓ  - પદાધિકારીઓની પાંખી હાજરી વર્તાતી હતી. આજે સવારે સેન્ટ્રલ, ઇસ્ટ, વેસ્ટ ત્રણેય ઝોન કચેરીમાં પણ આજ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. વહીવટી કામગીરી ઠપ્પ જેવી હતી. એટલું જ નહી પદાધિકારીઓની કચેરીઓ પણ સુમસામ ભાસતી હતી. આમ સૌ કોઇ મેરેથોન દોડનો થાક ઉતારતા હોઇ તેવો માહોલ મહાપાલિકાની કચેરીમાં વર્તાઇ રહ્યો હતો.

(4:56 pm IST)