Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

વોર્ડ નં.૪નાં મતદારોએ ભાજપના શાસનમાં વિશ્વાસ મૂકયોઃ મેયર

વિસ્તારવાસીઓનો આભાર માનતા ડો.જૈમન ઉપાધ્યાય

રાજકોટ,તા.૧૯: રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં.૪ ની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયાને વિજયી બનાવવા બદલ વોર્ડ નં.૪ના મતદારોનો આભાર મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ માન્યો હતો.

         વોર્ડ નં.૪ની આ બેઠક કોંગ્રેસ પાર્ટી પાસે હતી પરંતુ ભાજપના હાલના અઢી વર્ષના શાશનમાં વિશ્વાસ મૂકી પેટા ચુંટણીમાં પરેશ પીપળીયાને ચુંટવામાં આવેલ છે.તે બદલ મેયર ડો.જૈમનભાઇએ અભાર માન્યો હતો.

(4:52 pm IST)