Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કાલે જનરલ બોર્ડઃ ૧૭.૬૯ અબજના બજેટને બહાલીઃ પ્રજાને પ્રવેશબંધી

કાર્પેટ વેરાના નિયમો વગર માત્ર દર મંજુર થશેઃ બજેટ ચર્ચાશેઃ પ્રશ્નોત્તરી નહી થાય

રાજકોટ તા. ૧૯: શુક્રવારે સ્ટેન્ડીંગ કમિટિએ મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૮-૧૯નું ૧૭.૬૯ અબજનું બજેટ મંજૂર કરી જનરલ બોર્ડની મંજુરી માટે મોકલી આપતા મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં  આગામી તા. ૨૦ને મંગળવારના આવતીકાલે  સવારે ૧૧ વાગ્યે જનરલ બોર્ડ  મળશે. જેમાં માત્રને માત્ર બજેટની કરવેરા દરખાસ્તો અંગે ચર્ચાઓ થશે. દરમિયાન આ વખતે પણ પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ બંધ યથાવત રાખવાનું મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જાહેર કરતા પ્રજાને પ્રવેશ બંધીનો સીલસીલો યથાવત રહેશે.

આ અંગે સત્ત્।ાવાર પ્રાપ્ત માહિતી મુજબ મેયરશ્રીએ પ્રસિધ્ધ કરાવેલા એજન્ડામાં (૧) કોર્પોરેશનનું ૨૦૧૭-૧૮નું રિવાઇઝડ બજેટ તથા ૨૦૧૮-૧૯નું નવુ બજેટ મંજુર કરવા (ર)  કાર્પેટ એરિયા આધારીત વેરા પદ્ધતિ હેઠળ વેરાના દર નક્કી કરવા. (૩) સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા  (૪) પાણી દર નિયત કરવા  (પ) ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા,  (૬) થિએટર ટેક્ષ નિયત કરવા.  (૭) વાહન કર નિયત કરવા.  (૮) ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા.  (૯) મિલકત વેરામાં વળતર યોજના. (૧૦) ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા. (૧૧) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સને ર૦૧૮-૧૯નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતની દરખાસ્તોનો સમાવેશ કરાયો છે અને નિયમો હજુ સ્ટેન્ડીંગ કમીટીએ નક્કી નથી કર્યા તેથી નિયમો વગર માત્ર દર નક્કી થશે. 

નોંધનીય છે કે, કાર્પેટ વેરામાં રહેણાંક મિલ્કતો માટે રૂ. ૧૧  અને કોમર્શિયલ મિલ્કતો માટે રૂ. ૨૨નો દર નક્કી થાય તેવી શકયતા છે.

નોંધીય છે કે બોર્ડમાં માત્ર બજેટની ચર્ચા થશે પ્રશ્નોકારી નહીં થાય.

(3:22 pm IST)