Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જંગલેશ્વર પાસેથી રીક્ષામાંથી દારૂની ર૪ બોટલ સાથે સાહિલ પકડાયો

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી પી.આઇ. જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. બી. પટેલ, એ.એસ.આઇ. ફીરોજભાઇ શેખ, હેડ કોન્સ. મનરૂપગીરી ગૌસ્વામી, રણજીતસિંહ, સલીમભાઇ, મનીષભાઇ, દિવ્યરાજસિંહ, ભાવેશભાઇ, વાલજીભાઇ, રાજેશભાઇ તથા હિતેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મનરૂપગીરી ગૌસ્વામી અને કોન્સ. મનિષભાઇને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર મેઇન રોડ પર ઢાળીયા પાસેથી જીજે-૩ એયુ-ર૩૮ નંબરની રીક્ષામાંથી દારૂની ર૪ બોટલ સાથે સાહીલ ભીખુભાઇ પઠાણ (ઉ.વ.ર૩) (રહે. શિયાણી સોસાયટી શેરી નં. ૧ જંગલેશ્વર પાસે) ને પકડી લીધો હતો.

(2:56 pm IST)