Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રૈયા ગામથી યુનિવર્સિટી રોડ જવા વોંકળા પર પૂલ બનશેઃ મીરાણી-પટેલ

પેડક રોડ પરના ઓડિટોરીયમ સામે અદ્યતન વોર્ડ ઓફિસ બનશે

રાજકોટ :. શહેરીજનોની વિવિધ સમસ્યા હલ કરવા તંત્ર દ્વારા જુદા જુદા પ્રોજેકટ, કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અન્વયે શહેરના છેવાડાના વિસ્તાર રૈયા ગામથી યુનિવર્સિટી રોડ જવા ૧.૫૪ કરોડના ખર્ચે વોંકળા ઉપર પૂલ બનાવવા આજની સ્ટેન્ડીંગ કમિટિ મીટીંગમાં મંજુર કરવામાં આવ્યુ છે. તેમ વોર્ડ નં. ૯ ના કોર્પોરેટર કમલેશ મીરાણી-પુષ્કર પટેલે જણાવ્યુ હતું.

વોર્ડ નં. ૫ માં અદ્યતન વોર્ડ ઓફિસ

આ ઉપરાંત સામાકાંઠાના વોર્ડ નં. ૫ માં પેડક રોડ પર આવેલ અટલબિહારી બાજપાઈ ઓડિટોરીયમની સામે રૂ. ૪૪.૯૦ લાખના ખર્ચે અદ્યતન વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. આજની સ્ટેન્ડીંગમાં નિર્ણય લેવાયો છે.(૨-૧૮)

 

(4:24 pm IST)