Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રાજકોટ જિલ્લામાં ૯૬૦ કેન્દ્રો પર

ર૮ જાન્યુઆરી અને ૧૧ માર્ચે બાળકોને પોલીયો રસીકરણ

રાજકોટ તા. ર૦ :  દેશમાંથી બાળ લકવા  નાબુદી માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહ્નાં છે. આ અભિયાનના સારા પરિણામો મળી રહ્ના છે. અને દેશમાંથી  બાળલકવા નાબુદ થવાની તૈયારી છે. આ અભિયાનના ભાગરૂપે આગામી તા. ર૮ જાન્યુઆરી ર૦૧૮ અને ૧૧ માર્ચ ર૦૧૮ ના રોજ દેશભરમાં અને રાજકોટ જિલ્લામાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલીયો વિરોધી રસી આપવામાં આવશે.

રાજકોટ જિલ્લાનું  આ અંગેનું આયોજન સંપૂર્ણ કરી લેવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના ૧૯પપ૯૯ બાળકોને રસી આપવા માટે ૯૬૦ રસીકરણ બુથ બનાવવામાં આવેલ છે. ૯૩૩ રસીકરણ ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો કામગીરી કરશે. અસરકારક સુપરવીઝન માટે ૧૯૯ સુપરવાઇઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે ર૪૬ મો. ટીમો  બનાવવામાં આવી છે. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રીત થાય છે તેવી જગ્યાઓ માટે પ૧ ટ્રાન્ઝીટ  ટીમો બનાવવામાં આવી છે. તા. ર૮ જાન્યુઆરીના રોજ પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવવામાં આવશે અને ત્યાં પોલીયો વિરોધી રસી દરેક  બાળકને આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે   આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી કરશે. અને જા રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસી આપવામાં આવશે. આ માટે ૧૭૦ર રસીકરણ ટીમો બનાવવામાં આવી છે. (પ-

(2:34 pm IST)