Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

૨૫મી સુધી ઈન્ટરનેશનલ માસ્ટર શેખર સાહુનો ચેસ કોચીંગ કેમ્પ

રાજકોટ : ગુજરાત સ્ટેટ ચેસએશોશીએશનના ભાવેશ પટેલ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર, આર.ડી.સી.એ તેમજ એસ.એ.જી. રાજકોટના સહયોગથી ચેસના તરવૈયા બાળકો માટે ડાયનેમીક ચેસ એકેડમી ‘‘શારદાનિવાસ’’, ,સર્મપણ સોસાયટી, ન્યુએરા સ્કુલ પાછળ, રૈયારોડ, ખાતે તા.૨૫ સુધી ચેસ કોચીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કોચીંગ કેમ્પમાં શ્રી શેખર સાહુ (ઈન્ટરનેશનલ ચેસમાસ્ટર્સ (આઈ.એમ.) ૧૦દિવસ માટે માર્ગદર્શન તથા કોચીંગ આપશે. ઓલ ઈન્ડિયા લેવલે વધુને વધુ આગળ વધવાની તેમજ પોતાનું રેટીંગ સુધારવાની સારી તક પ્રાપ્ત થશે. ડાયનેમીક ચેસએકેડમીના મનીષભાઇ પરમાર (ચેસ કોચ રાજકોટ)ની યાદી જણાવે છે.

આ કોચીંગ કેમ્પની એસ.એ.જી. રાજકોટના પ્રકાશભાઈ પાણખમીયા, મહિપાલસિંહ જેઠવા, ગેસ્ફોર્ડ ચેસ કલબના નટુભાઈ સોલંકી, દિપકભાઈ જાની, ડોડીયા આર.ડી.સી.એ. રાજકોટન કૌશીકભાઈ સોલંકી વિગેરેએ મુલાકાત લીધી હતી.

આ કોચીંગ કેમ્પને સફળ બનાવવા માટે મનિષભાઈ પરમાર, કિશોરસિંહ જેઠવા, પરીનભાઈ પટેલ, મિતેષભાઈ બોર ખેતરીયા, ધવલભાઈ શાહ, નિમિષભાઈ પરીખ, ચેતનભાઈ કામદાર, દેવેનભાઈ કુંડલીયા, કેયુરભાઈ પરમાર, નિરજભાઈ રાવલ(કોચ) વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.(૩૦.૫)

(2:34 pm IST)